પ્રભાસ પાટણની દ્વારકેશપાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૧ વર્ષથી કરાય છે નવદુર્ગા ગરબીનું આયોજન

0

પ્રભાસ-પાટણ દ્વારકેશ પાર્કમાં છેલ્લા ૧૧ વર્ષથી ગરબાનું આયોજન થાય છે પણ કોરોના કાળ દરમ્યાન બે વર્ષ બાદ આ વખતે ફરી પરંપરાગત માતાજીની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવના સાંનિધ્યે આવેલ પ્રભાસ પાટણની દ્વારકેશપાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૧ વર્ષથી કરાય છે નવદુર્ગા ગરબીનું આયોજન. જેમાં અર્વાચીન રાસ-ગરબા સાથે હજુ પણ પ્રાચીન ગરબીઓનો દબદબો જાેવા મળે છે. ગરબીમાં સોસાયટીના દરેક જ્ઞાતિના બાળકો અને બાળાઓ નવરાત્રીના નવ દિવસ રાસ-ગરબે રમે છે. સોસાયટીના મોટી ઉંમરના પુરૂષો અને માતાઓ પણ રાસ-ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. દરરોજ બાળાઓને પ્રસાદી તથા નાસ્તો અપાય છે અને દશેરાના દિવસે બાળાઓને લ્હાણી વિતરણ કરાશે.

error: Content is protected !!