જૂનાગઢમાં કાળવા ચોક નજીક આવે હરેશ ટોકીઝનાં પડતર મકાનમાંથી મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભરતભાઈ હરીલાલ ચીત્રળા(ઉ.વ.૩ર) મુળ કુતીયાણા તાલુકાનાં જમરા ગામનાં અને હાલ હરેશ ટોકીઝનાં પડતર ખૂલ્લા મકાન રૂમમાં સુતા હતા અને તેઓનાં મોબાઈલ ફોન સેમસંગ તથા ઓપો કુલ નંગ-૩ રૂા.૧ર હજારની કિંમતનો કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદરમાં રાસ-ગરબા રમવા બાબતે હુમલો : માર માર્યો
વિસાવદરનાં ગોકુળ ગોૈશાળા પાર્ટી પ્લોટ ખાતે બનેલા એક બનાવમાં રાસ-ગરબા રમવા બાબતે હુમલાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે ધારાબેન કિસનભાઈ રીબડીયા(ઉ.વ.રપ) રહે.ગંજીવાડા, વિસાવદર વાળાએ માંડાવડ ગામનાં અભિ વીકમા તથા વિસાવદરનાં મીહીર મહેતા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપીઓએ ફરિયાદીને રાસ-ગરબા રમવા બોલાવી અને આરોપી નં-૧નાએ કોણી મારી, હાથ પકડી, નીચે પછાડી દઈ અને આબરૂ લેવાનાં ઈરાદાથી મુઢ માર મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેંસાણમાં પૈસા આપવા દબાણ કરી અને એન્ટ્રોસીટીનો કેસ કરી નાખવાની ધમકી આપવા અંગે ચાર સામે ફરિયાદ
જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે અસામાજીક તત્વો દ્વારા ખોટી ફરિયાદો ઉભી કરી અને પૈસા પડાવવા ધમકીઓ આપવામાં આવતી હોવાનાં બનાવનાં પગલે ભેંસાણનાં વેપારીઓએ છેલ્લા બે દિવસથી વિરોધ દર્શાવ્યો અને સજ્જડ બંધ પાડવામાં આવેલ છે. આ દરમ્યાન ખોટી ફરિયાદ ઉભી કરી અને પૈસા પડાવવાનું દબાણ કરવા અંગેની ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભેંસાણ શ્રીનાથનગર સોસાયટી ખાતે રહેતા મનસુખભાઈ ભીમજીભાઈ વોરા(ઉ.વ.પ૦)એ રોહીત સોલંકી રહે.ખંભાળીયા તા.ભેંસાણ, વીકી સાસીયા રહે.પરબ વાવડી, ચંદુ ખાવડુ રહે.ભેંસાણ અને અશોક ચોહાણ રહે.ખારચીયા વાકુના વાળા વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ચારેય આરોપીઓએ ફરિયાદી તેમજ અન્ય લોકો પાસેથી પૈસા આપવા દબાણ કરેલ અને જાે પૈસા ન આપે તો એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી અને જીંદગી જેલમાં કઢાવી નાખવાની ધમકી આપી પૈસા પડાવેલ તેમજ જેનાં વિરૂધ્ધ ફરિયાદ આપેલ છે તેઓને પણ સમાધાન માટે દબાણ કરી અને બદલામાં પૈસાની માંગણી કરી અને ધમકી આપી હોવાનું ફરિયાદમાં દર્શાવેલ છે. આ બનાવ અંગે એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
માણાવદર : સસ્તા ભાવે મકાન વેંચી દેવાનો માનસીક ત્રાસને પગલે વૃધ્ધે પેટ્રોલ છાંટી જાત જલાવી
જૂનાગઢ જીલ્લાનાં માણાવદર ખાતે સસ્તા ભાવે મકાન વેંચી દેવાનું દબાણ કરી અને માનસીક ત્રાસ આપવાનાં પગલે વૃધ્ધે જાત જલાવી હોય તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયુું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, ગિરીશભાઈ ધીરજલાલ ગોહેલ(ઉ.વ.રપ) રહે.માણાવદર, ઉમાપતિનગર-ર વાળાએ હરીલાલ કાંતીલાલ કવા તથા સુભાષ જેરામભાઈ કુડેચા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનાં પિતા ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઈ રણછોડભાઈ ગોહેલ(ઉ.વ.૪૮)ને આરોપીઓએ અવાર-નવાર પોતાનું મકાન સસ્તા ભાવે રૂા.૭ લાખમાં વેંચી દેવા માટે દબાણ કરી મારકુટ કરવાની ધમકી આપી માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા ફરિયાદીનાં પિતાએ માણાવદર કોર્ટનાં કમ્પાઉન્ડમાં પોતાની મેળે શરીરે પેટ્રોલ છાંટી અને દીવાસળી ચાપી હતી. આ બનાવ તા.ર૮-૭-ર૦રર અને ૧રઃ૧પ કલાકે બન્યો હતો અને સખ્ત રીતે દાઝી ગયેલા ફરિયાદીનાં પિતાને સારવાર માટે અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદરનાં ઈન્ચાર્જ પીએસઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.