જૂનાગઢ દાણાપીઠ ખાતે આવેલ મા લક્ષ્મીજીના મંદિરના સાનિધ્યમાં છેલ્લા ૩૬ વર્ષથી અવિરત નાની બાળાઓની ગરબી થાય છે. આ ગરબીનું સંચાલન કરતા ઇલાબેન તથા પંકજભાઈ વ્યાસ દર વર્ષે રાજકોટથી પોતાના કામ ધંધા તથા રોજગાર બંધ કરી ૧૫ દિવસ માટે જૂનાગઢ મહાલક્ષ્મી ખાતે નાની બાળાઓને ગરબી કરાવે છે. વળી ગરબીમાં બાળાઓને રોજે-રોજ દાતાઓ દ્વારા લ્હાણી આપવામાં આવે છે અને છેલ્લે દિવસે પ્રોત્સાહન ઇનામ તરીકે મોટું ઇનામ આપી મા લક્ષ્મીજીની સેવા પૂજા તથા અર્ચના કરે છે. આ ગરબીનું આયોજન પંકજભાઈ વ્યાસ, રમેશભાઈ ધમાણી, નીરજભાઈ વ્યાસ, મેહુલ વ્યાસ, હાર્દિકભાઈ કોટક, ઇલાબેન, હંસાબેન, આરતીબેન, નામિતાબેન, જીગીશાબેન તથા આરતીબેન જીકરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.