સોનારડી પાસે પરશુરામધામનું મુકતાનંદબાપુનાં હસ્તે બુધવારે ભૂમિપૂજન

0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી અને તેની ટીમ દ્વારા નિર્માણ થઈ રહેલ પરશુરામધામનું આગામી તા. પને બુધવાર દશેરાનાં પાવન દિવસે સવારે ૧૦.૩૦ અખિલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુનાં હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવનાર છે. જૂનાગઢ નજીક મેંદરડા રોડ ઈવનગરથી આગળ સોનારડી પાસે પરશુરામધામ આકાર લેશે. આ પ્રસંગે સૌ ભૂદેવ પરિવારોને ઉપસ્થિત રહેવા જયદેવ જાેષીએ નિમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!