યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની કાર્યવાહીના પગલે અફવાઓનું બજાર ગરમ !

0

એફપીઆઈ(વિદેશી ફંડનું રોકાણ)ના બહાને દેશભરમાં ચાલતા ઓપરેશનના ભાગરૂપે હોવાની શક્યતા

ઓખા-બેટ દ્વારકા આવવા-જવા માટે નિયંત્રણો મુકાતા યાત્રિકોનો ટ્રાફીક બંધ છે. જ્યારે સ્થાનીક પ્રજાને માટે કર્ફ્‌યૂ જેવી પરિસ્થિતિ હોય તેમ સવારથી જીવન જરૂરી શાકભાજી-દૂધ જેવી વસ્તુઓ જે ઓખાથી આવે છે તે પણ આવેલ ના હોય, પ્રજા કોઈકના કર્મોની કોઈક સજા ભોગવી રહ્યાની ચર્ચી રહેલ છે. યાત્રાધામ બેટદ્વારકામાં આજ સવારથી મેગા ડિમોલેશન ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યાનું અને આ લખાઈ રહ્યું છે ત્યારે સી.આર.ઝેડ. વિસ્તારમાં થયેલા બિન અધિકૃત બાંધકામો તોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જે અંગે બહાર આવેલ વિગતો મુજબ તંત્ર દ્વારા બહુ ચુપકીદી ભર્યા પગલાં ભરવામાં આવી રહ્યા હોય તેમ ગઇકાલથી તાલુકા બહારના વિસ્તારનો મોટો પોલીસ કાફલો દ્વારકા મુકામે ભેગો કરવામાં આવેલ અને ગત રાત્રિના ચુપકીદીથી સર્વેને બેટ-દ્વારકા પહોંચાડી મેગા ડિમોલેશન ઓપરેશન ચાલુ કરવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ-અલગ અખબારોના બ્રેકિંગ ન્યૂઝ બાદ આ વિષય ટોક ઓફ ધ સૌરાષ્ટ્ર બનવા પામ્યો છે. જ્યારે આ સમગ્ર મામલો એફપીઆઈ(વિદેશી ફંડનું રોકાણ)ના બહાને દેશભરમાં ચાલતા ઓપરેશનના ભાગ રૂપે હોવાની શક્યતાના આધારે આ મામલે અફવાઓનું બજાર ગરમ છે. જ્યારે આ ઓપરેશનની કામગીરી શરૂ થાય તે પહેલા અગમચેતીના ભાગરૂપે આ પ્રશ્ને કોઈ ખોટી અફવાઓના આધારે કોઈ તોફાનો કે અનીછનીય બનાવ ના બને તે માટે તકરદારીના પગલા રૂપે ચર-પાંચ વ્યક્તિઓને પોલીસ દ્વારા સવારથી રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યાનું પણ ચર્ચાય છે. જ્યારે આ મેગા ડિમોલેશનની કાર્યવાહી કરતા પહેલા તંત્ર દ્વારા દરેક સરકારી તંત્રને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ અને જઈ જઈ જરૂરી જણાય ત્યાં ત્યાં જે તે તંત્રના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સૂચનોનું અમલીકરણ થાય તે બાબતે બહુ સર્તકતા રાખવામાં આવ્યાનું પણ બહાર આવેલ છે. જ્યારે હાલ ગામ અઘોષિત કર્ફ્‌યૂ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી હોય તેમ દુકાનો બંધ છે, પ્રજા ઘરમાં બંધ છે, ઓખા બેટ વચ્ચે ચાલતી ફેરી સર્વિસની બોટો બંધ છે, ઇમજર્ન્સિની પરિસ્થિતિમાં જે તે વ્યકતી પોતાના આધાર પુરાવા સાથે સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરી પરમીશન મેળવી જઈ શકે છે. જ્યારે બેટનું જગ પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર ખુલ્લું છે. ભગવાનની નિયમ મુજબની બધી સેવાઓ પૂજારીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે પણ કોઈ ભક્ત મંદિરમાં નથી. કારણ કે, યાત્રિકો માટે અવર-જવરને નિયંત્રિત કરવામાં આવેલ છે. જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ પણ આ પ્રશ્ને કોઈ સૂચનો કે કોઈ રજૂઆત ના કરી શકે તેવી પરિસ્થિતિમાં હોય, પોત-પોતાના ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઊતરી ગયાનું પ્રજામાં ચર્ચાય છે.

error: Content is protected !!