જૂનાગઢમાં આજે આમ આદમી પાર્ટીનાં સુપ્રિમો કેજરીવાલની જાહેર સભા

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મોરચો નજીક આવી રહ્યો છે. ગમે ત્યારે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડે તેવી સંભાવના છે ત્યારે દરેક રાજકીય પક્ષો વિધાનસભામાં પોત-પોતાનાં ઉમેદવારોને વિજેતા બનાવવાનાં સ્વપ્નો જાેઈ રહ્યા છે અને તેને અનુલક્ષીને પ્રવાશનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા કોંગ્રેસ પક્ષની રથયાત્રાનો કાર્યક્રમ રાજકોટથી યોજાયો હતો અને જુદા-જુદા વિસ્તારમાંથી પસાર થઈ જૂનાગઢ અને ત્યાંથી અન્ય વિસ્તારમાં ફરી અને સીદસર સુધીની યાત્રા યોજાય હતી. કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વારનું નામ આપવામાં આવેલ હતું. તો બીજી તરફ અન્ય રાજકીય પક્ષો પણ ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં જાેડાયેલા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. આજે જૂનાગઢમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આજે બપોરનાં ૩ વાગ્યે ખલીલપુર રોડ સ્થિત રાધાનંદન પાર્કમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે અને કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!