આદ્યયશકિત માંનાં પાવન પર્વ એવા નવરાત્રિ મહોત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉમંગ-ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ શાંતીમય વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલા ગરબી મંડળો દ્વારા બાળાઓનાં રાસ-ગરબા યોજવામાં આવી રહેલી છે. તેમજ જૂનાગઢ શહેરમાં વિવિધ સમાજનાં જ્ઞાતિજનો, યુવક મંડળો તેમજ જ્ઞાતિ આધારીત રાસોત્સવનાં કાર્યક્રમો પણ ભવ્યાતિભવ્ય યોજવામાં આવેલ છે. આધુનિક વાજંત્રી એટલે કે ડીજે સાઉન્ડ સીસ્ટમ, અદ્યયતન લાઈટ ડેકોરેશન તેમજ જાણીતા કલાકારોનાં કંઠે ગવાતા માતાજીનાં ગરબા અને નવરાત્રિને અનુલક્ષીને ગવાતા ગીતોનાં તાલે યુવા વર્ગ મન મુકેને ઝુમી ઉઠેલ છે. ખેલૈયાઓ દ્વારા રાસ-ગરબાની ભારે રમઝટ બોલાવવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરનાં વિવિધ પાર્ટી પ્લોટમાં જ્ઞાતિ આધારીત યોજવામાં આવેલા રાસોત્સને વ્યાપક આવકાર મળી રહ્યો છે. આજે ડીજીટલ યુગમાં ભારત પ્રવેશી ગયેલ છે ત્યારે જૂનાગઢ શહેર દરેક ક્ષેત્રમાં ક્રાંતીકારી કામગીરી કરી રહેલ છે ત્યારે આ વર્ષે જે પ્રકારે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તે કાબીલે દાદ છે અને જ્ઞાતિ-સમાજાેને પણ ધન્યાવાદ આપવા જ પડે કારણ કે, જે તે જ્ઞાતિ આધારીત અથવા તો વિવિધ જ્ઞાતિ-સમાજનાં કાર્યરત સેવાકીય મંડળો અને ગ્રુપો દ્વારા પોતા-પોતાની જ્ઞાતિનાં યુવક-યુવતીઓ માટે રાસ-ગરબાનું જે આયોજન કરવામાં આવેલ છે તે આવકારદાયક છે. આ પગલું એટલા માટે પ્રશંસનીય છે કે, દરેક જ્ઞાતિ-સમાજનાં લોકો પોત-પોતાનાં રાસોત્સવમાં ભાગ લઈ શકે છે અને નવરાત્રિ ઉત્સવ માણવાની પણ ખૂબ જ તક મળે છે અને એટલા માટે જ દરેક સમાજનાં રાસોત્સવનાં આયોજકને ધન્યવાદ. જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રિ મહોત્સવની શાંતીપૂર્ણ ઉજવણી થઈ રહી છે.