દ્વારકામાં ખેડૂતોએ ખેતરમાં નૌકા હરીફાઈ કરીને કર્યો અનોખો વિરોધ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ ૧૩૨% અને દ્વારકા તાલુકામાં ૧૬૨% વરસાદ નોંધાયો છે. તેમાંય ઓખા મંડળ વિસ્તાર અને કલ્યાણપૂર તાલુકાના કાઠી વિસ્તાર કે જેમાં પિંડારા, મહાદેવીયા, રણજીતપુર, ગુરગઢ, ગાગા, બતળિયા, વિરપર, આસોટા નંદાણાં, રાણ, હાબરડી, ભાટિયા, બમણસા, ભટવડિયા સહિતના ગામોમાં ખેડૂતોએ ઓછામાં ઓછા બે બે વખત વાવણી કરવા છતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આ બાબતે લગત ગામોના સરપંચોએ અધિકારીઓ-પદાધિકારીઓને અનેક લેખિત મૌખિક રજૂઆતો કરી છે. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા તા.૧૨ સપ્ટેમ્બરના રોજ દ્વારકા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી પાક નુકશાનીનું દિવસ ૧૫ માં સર્વે કરવાની નહિતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી. સાથે સાથે પ્રાંત અધિકારીને જે જે ખેતરમાં પાણી ભરાયા છે ત્યાં નૌકા વિહાર કરવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. અધિકારીઓ-પદાધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં પાક નુકશાનીનું કોઈ સર્વે કરવા ન આવતા કુંભકર્ણ નિંદ્રાધીન સરકારને જગાડવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા એક નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓખા મંડળના ઘડેચી ગામે સર વિસ્તારમાં ૧૫૦થી વધારે ખેડૂતોના ખેતરમાં આજે પણ પાણી ભરાયેલા છે ત્યાં નૌકા હરીફાઈ કરવામાં આવી હતી.

error: Content is protected !!