બંદરના પંજાબ વિસ્તારના રહેણાંક મકાનમાંથી ૧.૬૦ લાખની ચોરી કરી હતી
માંગરોળ બંદર વિસ્તારમાંથી મકાનનું તાળુ તોડી રોકડ તથા સોનાના દાગીના મળી કુલ રૂા.૧૬૦૦૦૦/-ની ઘરફોડ ચોરીમા સંડોવાયેલ ઇસમને ચોરીમાં ગયેલ મુદામાલ સહિત મળી કુલ કિ.રૂા.૧૯૩૭૫૦નો મુદામાલ રીકવર કરી ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હાનું ડીટેક્ટ કરતી માંગરોળ મરીન પોલીસે ખારવા યુવકની ધરપકડ કરી છે. માંગરોળ બંદર એગ્રો પાછળ પંજાબ વિસ્તારમાં અજાણ્યો ચોર ઇસમએ ફરીયાદી પારૂબેન રમેશ ભાદ્રેચાના બંધ મકાનમાં ઘરમાં કોઇ પણ રીતે પ્રવેશ કરી અંદરના રૂમના દરવાજાનું તાડુ ખોલી સ્ટીલના ડબ્બામાં રાખેલ સોનાનો આશરે ચાર તોલાનો ચેઇન-૧ આશરે કિ.રૂા.૮૦,૦૦૦/- તથા રૂદ્રાક્ષની સોનાની માળા બે તોલાની આશરે કિ.રૂા.૪૦,૦૦૦/- તથા એક સોનાની પાંદડાવાળી બુટી અડધા તોલાની આશરે કિ.રૂા.૧૦૦૦૦/- તથા એક સોનાની જુમર વાળી બુટી એક તોલાની આશરે કિ.રૂા.૨૦,૦૦૦/-તથા બે સોનાની વીટી અડધા તોલાની આશરે કિંમત રૂા.૧૦,૦૦૦/- જેની કુલ કી.રૂા.૧,૬૦,૦૦૦/-ની માલમતાની તથા રોકડા રૂપિયા જે પોતાને કેટલા હતા તે યાદ ન હોય તે કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ. આ બાબતે માંગરોળ મરીન પોલીસે ચોરીના ગુન્હા શોધી કાઢવા અગંત બાતમીદારો તથા બનાવ સ્થળની નજીકના સીસીટીવી ફુટેઝ તથા ટેકનીકલ સેલના માધ્યમથી પ્રત્યન ચાલુ હતા. દરમ્યાન માંગરોળ મરીન પો.સ્ટેના પોલીસ ઇન્સ. એસ.એન. સાટી, પો.સબ.ઇન્સ. એસ.આર.સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક માંગરોળની કચેરીના એ.એસ.આઇ. કે.પી.ધામા, એ.એસ.આઇ. પી.બી. ચુડાસમા, માંગરોળ મરીન પો.સ્ટેના પો.હેડ.કોન્સ. એચ.બી. ડોડીયા, પો.કોન્સ. રાજુભાઇ ગળચર, પો.કોન્સ. પ્રતાપસિંહ સિસોદીયાનાઓને સંયુકતમાં ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે સદરહુ ગુન્હામાં સંડોયાવેલ આરોપી આ ગુન્હાનો ચોરાયેલ મુદામાલ માંગરોળ કોઇ સોની પાસે દેવા જનાર છે. તેવી ચોકકસ હકિકત મળેલ જેથી માંગરોળ બંદર ખાતે જહાનીયા પીરની દરગાહ પાસે વોચમાં પો.સ્ટાફના માણસોએ મજકુરને પકડી મજકુરની પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા માંગરોળ બંદર ઉપરનો ખારવા યુવક સિધ્ધાંત ભીખુ ભાદ્રેચા(ઉ.વ.૨૩)એ માંગરોળ બંદર પંજાબ વિસ્તારમાં પારૂબેન ભાદ્રેચાના મકાનમાંથી ચોરી કરેલા હોવાની કબુલાત કરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એસ.એન.સાટી, પો.સબ.ઇન્સ. એસ.આર. સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક માંગરોળ કચેરીના એ.એસ.આઇ. કે.પી. ધામા, એ.એસ.આઇ. પ્રદીપસિંહ બી. ચુડાસમા, માંગરોળ મરીન પો.સ્ટેના પો.હેડ કોન્સ એચ.બી. ડોડીયા, પો.કોન્સ રાજુભાઇ ગળચર, પો.કોન્સ પ્રતાપસિંહ સિસોદીયા, પો.કોન્સ. મીલનભાઇ ગોહેલ, પો.કોન્સ ચંદ્રસિંહ સિસોદીયા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.