સોમવારે આઠમું નોરતું મહાગૌરી માતાજીનું પૂજન

0

માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે. માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે. માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમા બીરાજે છે. માતાજીને ચાર હાથોમાં જમણા હાથમાં વરદાન મુદ્રા છે તથા ત્રિશુળ છે. ડાબી બાજુના હાથોમાં ડમરૂ અને અભય મુદ્રા છે. મહાગૌરી માતાજીની પૂજાની ઉપાસના નવરાત્રિના આઠમાં નોરતે થાય છે. માતાજીની ઉપાસના કરવાથી અમોધ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભક્તોનું કલ્યાણ થાય છે. સાથે પાછલા જન્મોમાં કરેલા પાયોની પણ ક્ષય થાય છે. માતાજીની કૃપાથી અલોૈકીક સિધ્ધિની પ્રાપ્તી થાય છે. જે મનુષ્ય માતાજીની ભક્તિ ભાવથી પૂજા કરે છે તેમને માતાજી વરદાન આપે છે અને તેમની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે. માતાજીનો મંત્ર ‘ઓમ ક્રીં હ્રી વરદાય નમઃ’ અને નૈવેદ્ય માતાજીને શ્રીફળ અર્પણ કરવું, માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી મનની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે.

error: Content is protected !!