માંગરોળ ખાતે છેલ્લા ૫૦ વર્ષથી નિયમિત નવરાત્રિ દરમ્યાન મહાકાલી માતાજી મંદિરના પટાંગણમાં પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થાય છે. જેમાં હર વર્ષ ૫૦૦ આસપાસ નાના બાળકો, યુવાનોથી લઈ મોટી ઉંમરના સ્ત્રી, પુરૂષ ઢોલ, શરણાઈના સુર ઉપર ગરબા લે છે. આ ગરબી મંડલ દ્વારા કોઈ પણ જાતની ફી ઉઘરાવવામાં આવતી નથી અને માત્ર લોકોના સહયોગથી દશેરાના દિવસે દરેક ખેલૈયાઓ તેમજ વાદ્ય વૃંદને ઈનામ વિતરણ કરવામાં આવે છે તેમ પ્રમુખ કિશનભાઈ પરમારએ જણાવેલ હતું.