ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે ‘કિશોરી મેેળો’ યોજાયો : ૧૦૫ કિશોરીઓએ લાભ લીધો

0

નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ(અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર.એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી તથા આઇઆઇપીએચ , ગાંધીનગર) મારફત આઈ.સી.ડી.એસ. શાખા તથા આરોગ્ય વિભાગ સંકલનમાં રહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાન યોગ કેન્દ્ર ખાતે “કિશોરી મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કુલ ૧૦૫ કિશોરીઓ તથા ૫૦ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ હાજર રહી, મેળાનો લાભ લીધો હતો. જેમાં વિવિધ રમત ગમત મારફતે કિશોરીઓને પોષણ, વ્યાયામ, એનેમિયા વિગેરેનું સંપરામાર્શ તથા બી.એમ.આઈ, અને હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. આ મેળામાં લાઈવ વાનગી નિદર્શન એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે-સાથે પોષણની થીમ ઉપર રંગોળી સ્પર્ધા, આરતી અને ગરબા સુશોભન, સ્વચ્છતાની થીમ ઉપર વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા સાથે ઇનામ વિતરણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ જીલ્લા વિકાસ અધિકારી, ડી.જે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, એ.ડી.એચ.ઓ ભંડેરી, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર (આર.સી.એચ.ઓ.) ચિરાગ ધુવડ, સી.ડી.પી.ઓ. પૃથ્વીમેડમ તથા પ્રજ્ઞાબેન, અવિનાશ રાવલ(નયારા એનર્જી), મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, આઈ.સી.ડી.એસ. તેમજ આરોગ્ય વિભાગના ડી.પી.સી તથા પ્રોજેક્ટ તુષ્ટિ અને આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!