Sunday, June 11

આવતીકાલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વિજયા દશમી પર્વની ઉજવણી થશે : રાવણ દહન સહિતનાં કાર્યક્રમો

0

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રભરમાં આવતીકાલે વિજયા દશમી દશેરા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે અને રાવણ દહન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. સામાન્ય રીતે દશેરાને રાવણ દહન તરીકે ઉજવાય છે. જાેકે, જૂનાગઢમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરનાર શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત દશેરાની ઉજવણીને શ્રી રામ વિજયોત્સવનું નામ અપાયું છે અને તે રીતે તૈયારી કરાઇ છે. દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી આસુરી શક્તિનો નાશ કર્યો હતો. ત્યારથી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે જેમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના વિજયભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, અમારી ૧૨ લોકોની ટીમે છેલ્લા ૧૫ દિવસની મહેનત બાદ રાવણનું ૩૫ ફૂટ ઉંચું પુતળું બનાવ્યું છે. રાવણના આ પુતળામાં ૨૫,૦૦૦થી વધુના ફટાકડા લગાવવામાં આવ્યા છે. પરિણામે જ્યારે રાવણ દહન થાશે ભવ્ય નજારો જાેવા મળશે. જૂનાગઢમાં પ્રથમ વખત ૩૫ ફૂટના રાવણના પુતળું બનાવાયું છે. શ્રી રામ વિજયોત્સવનો આ કાર્યક્રમ ૫ ઓકટોબર- બુધવાર-આસોસુદ દશમના સાંજના ૬ વાગ્યે શ્રી મયારામ આશ્રમ ગિરનાર રોડ ખાતે યોજાશે. ત્યારે જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને શ્રીરામ વિજયોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. દિપાંજલીમાં આવેલ ઓમકારેશ્વર મંદિરના પ્રાંગણમાં પ્રાચિન ગરબી થાય છે. જૂનાગઢમાં સૌપ્રથમ રાવણ દહન દિપાંજલીમાં ઓમકારેશ્વર મંદિરના પ્રાંગણમાં થતું હતું. જાેકે, કોરોનાના કારણે રાવણદહન બંધ થયું હતું. જાેકે, આ વર્ષે પણ ત્યાં રાવણ દહનનું આયોજન નથી. પરિણામે જૂનાગઢમાં એકમાત્ર શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જ મયારામ આશ્રમ ખાતે રાવણ દહન કરાશે. શ્રીરામ વિજયોત્સવની ઉજવણીમાં રાવણ દહન પહેલા ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાશેે. શહેરના ગિરનાર દરવાજાથી શોભાયાત્રા નિકળશે જે મયારામ આશ્રમે જશે જ્યાં રાવણ દહન કાર્યક્રમ કરાશે. રાવણ દહન પહેલા ભગવાન શ્રીરામ અને વિભીષણ વચ્ચે સંવાદનો કાર્યક્રમ પણ યોજાશે. બાદમાં રાવણ વધ કરાશે અને રાવણ દહન સાથે આકાશ ભવ્ય આતશબાજી સુશોભિત થશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!