શકિતનાં આરાધનનાં પર્વ નવરાત્રીમાં પ્રાચિન અને અર્વાચિન પરંપરાની જાળવણી અને જતન કરતી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત રાસ-ગરબાનાં કાર્યક્રમમાં સાક્ષાત જગદંબાનાં દર્શન થાય છે : તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય

0

જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા શકિતનાં પર્વ એવા નવરાત્રીની આસ્થાભેર અને ભાવભેર ઉજવણી થઈ રહી છે અને સુપ્રસીધ્ધ ગાંધીગ્રામ ગરબી મંડળમાં બાળાઓનાં રાસ-ગરબાનાં કાર્યક્રમો શાનદાર રીતે યોજાઈ રહ્યા છે. મહાનુભાવોનાં હસ્તે માતાજીની આરતી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગઈકાલે સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકાનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય તેમજ મહાસાગર ટ્રાવેલ્સનાં એમડી કાળુભાઈ સુખવાણી તેમજ મહાનુભાવોએ આરતીનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત પત્રકાર કૃષ્ણકાંત રૂપારેલીયા, પ્રદિપભાઈ ખીમાણી, બ્રહ્મ યુવા સંગઠનનાં જયદેવભાઈ જાેષી અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી પ્રાંચીન પરંપરા અને શકિતનાં પર્વને આસ્થાભેર મનાવનાર ગાંધીગ્રામ ગરબી મંડળનાં આયોજકો, કાર્યકર્તાઓની કામગીરી તેમજ બાળાઓનાં સુંદર મજાનાં રાસ-ગરબા નીહાળી અને પ્રભાવિત થતા તંત્રીશ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પ્રાંચીન પરંપરાની જાણવળી અને જતન કરતી આ ગરબી મંડળની બાળાઓમાં સાક્ષાત જગદંબાનાં દર્શન થાય છે અને મનોમન માતાજીનાં ચરણોમાં આસ્થાભેર દર્શનનો લાભ મળી રહ્યો છે. આશરે પ૦ થી પપ વર્ષ જુની ગાંધીગ્રામ ગરબી છે અને અહીં રમાતા બાળાઓના રાસ-ગરબાએ અનેરૂ આકર્ષણ જમાવેલ છે અને માતાજીના દર્શને ભાવિકો ઉમટી પડતા હોય છે. આ ગરબીની સ્થાપના પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ કરી હતી અને તે પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. ગાંધીગ્રામ ગરબી મંડળના ઉત્સાહીત કાર્યકર્તાઓ તેમજ આ વિસ્તારના રહેવાસીઓના સહયોગ સાથે દર વર્ષે નવરાત્રી મહોત્સવની ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ભારે ઉત્સાહમય વાતારણમાં ઉજવાય રહ્યો છે. ગાંધીગ્રામ ગરબી મંડળની બાળાઓ માતાજીની આરાધના અને રાસ-ગરબા સારી રીતે રજુ કરી શકે તે માટે આ બાળાઓને કુસુમબેન મહેતા, શિતલબેન મોરી, દેવીબેન કટારા, હીનાબેન કરમટા, કોમલબેન બામરોટીયા, ખુશ્બુબેન સંચાણીયા, દિવાબેન લાંબા, વૃંદાબેન ત્રિવેદીએ પ્રેકટીસ કરાવી છે. ગાંધીગ્રામ ગરબી મંડળમાં સુંદરમજાની લાઈટ ડેકોરેશન કરવામાં આવેલ છે. આ સાથે જ માઈક નિલેશભાઈ મીસ્ત્રી, ઓરકેસ્ટ્રા ભીખુભાઈ ગૃપ તેમજ કલાકારો મુકેશભાઈ બારોટ, દીવાબેન લાંબા અને સંગીતાબેન વાળા દ્વારા માતાજીના રાસ, દુહા, છંદ અને ગરબા લેવાડાવામાં આવે છે અને વાંજીત્રોના સથવારે રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે. રોજે રોજ ભાવિકો, માહાનુભાવો તેમજ અગ્રણીઓ અને સોસાયટી વિસ્તારના લોકો તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં માતાજીની ભાવપૂર્વક આરતી કરાયા બાદ રાસ-ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવે છેે. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે છેલ્લા દોઢ દોઢ મહિના થયા આયોજકો તેમજ કાર્યકર્તાઓ સર્વશ્રી વિરાભાઈ મોરી, નાથાભાઈ આહીર, ડાયાભાઈ મોરી, કેતનભાઈ બામરોટીયા, મેણસીભાઈ વાજા, જીજ્ઞેશભાઈ દવે, શાહરૂખભાઈ મકવાણા, વિનેશભાઈ વાજા, મનસુખભાઈ હડીયલ, સુરેશભાઈ સંચાણીયા, મજીદભાઈ ચૌહાણ, લખમણભાઈ ભુતીયા, નવનીતભાઈ માંડલીયા, પ્રફુલભાઈ શાહ, મેહુલભાઈ કોઠારી, ભાવેશભાઈ મોરી, મિતભાઈ કોડીયાતર, ક્રિશભાઈ ચૌહાણ, પાર્થભાઈ છેલાણા, યશરાજભાઈ લાંબા, પાર્થભાઈ આહીર, યશભાઈ જાેટાણીયા, અજયભાઈ આહીર સહીતના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!