જૂનાગઢમાં રાત્રે યુવાનની ઘાતકી હત્યા : તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે મોડી રાત્રીનાં એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવનાં અનુસંધાને પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢમાં મોડી રાત્રે ભાજપના કોર્પોરેટરનો પુત્ર યુવાનની હત્યા કરીને ફરાર થઇ જતાં સનસની મચી ગઇ છે. યુવકને તેના જ ઘરમાં છરીના સંખ્યાબંધ ઘા ઝીંકીને પતાવી દઇ હત્યારો નાસી ગયો હતો. હત્યા પાછળનું કારણ બહાર આવેલ નથી. પોલીસે હત્યારાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. જૂનાગઢમાં બીલખા રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં કોમર્સ કોલેજ સામે રહેતા ૨૬ વર્ષીય જયેશ ઉગાભાઇ પાતર નામના અનુસૂચિત જાતિ યુવાનની મોડી રાત્રે હત્યા થઇ હતી. શહેરના રાજીવનગરમાં રહેતો હરેશ જીવાભાઇ સોલંકી નામના શખ્સે મરનાર જયેશ ઉપર તેના જ ઘરમાં છરીના સંખ્યાબંધ ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી. વોર્ડ નં.૧૫ના ભાજપના કોર્પોરેટરનો પુત્ર હરેશ સોલંકી હત્યા બાદ નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું જાણવા મળેલ છે. જયેશને પીઠ સહિતના શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું. આ અંગેની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એ-ડીવીઝન પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. હત્યા પાછળનું ચોક્કસ કારણ આવેલ નથી. મૃતક યુવકના માતા મંજુલાબેન ઉગાભાઇ પાતરે હરેશ જીવાભાઇ સોલંકી સામે જયેશની હત્યાની ફરિયાદ કરતા એ-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. મરનાર યુવાન તેના પરિવારમાં સૌથી નાનો પુત્ર હતો. મૃતક જયેશ પાતરને સંતાનમાં બે દિકરી હોવાનું જાણવા મળેલ છે. યુવાનની હત્યાના બનાવથી આંબેડકરનગર વિસ્તારમાં રાત્રે સોપો પડી ગયો હતો. વિશેષ તપાસ એ-ડીવીઝનના પી.આઇ. એમ.એમ.વાઢેર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!