સંસ્કાર ધામ સ્પોર્ટ્‌સ એકેડેમી, અમદાવાદ ખાતે કમ્પાઉન્ડ રાઉન્ડ આર્ચરી ગેમ્સની ભવ્ય મેડલ સેરેમની

0

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત સંસ્કાર ધામ સ્પોર્ટ્‌સ અકાદમી, બોપલ-અમદાવાદ ખાતે ખો-ખો સ્પોર્ટ્‌સ ઇવેન્ટની ભવ્ય મેડલ સેરેમની સંપન્ન થઈ હતી. આર્ચરી ગેમ્સમાં કમ્પાઉન્ડ રાઉન્ડ માટે કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ અને વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રીન્ટીગ અને સ્ટેશનરી વિભાગ, માર્ગ અને મકાન(રા.ક), ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મેડલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે આર્ચરી કમ્પાઉન્ડ રાઉન્ડમાં વિજેતા ટીમ અને ખેલાડીઓને મેડલ્સ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના રા.ક મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક સ્પીચ આપતા જણાવ્યું કે, ગુજરાતે ખૂબ જ ટુંકા સમયમાં નેશનલ ગેમ્સ-૨૦૨૨નું આયોજન કર્યું છે અને ૭ વર્ષ બાદ નેશનલ ગેમ્સનું આયોજન થયું છે, આપણે સૌ ઉત્સાહિત છીએ. ગુજરાત સરકારના રા.ક મંત્રીએ સૌ મેડલ વિનર્સને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કમ્પાઉન્ડ વ્યક્તિગત મેન્સ આર્ચરીમાં હરિયાણાના રિશભ યાદવે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને કમ્પાઉન્ડ વ્યક્તિગત વિમેન આર્ચરીમાં મહારાષ્ટ્રની અદિતી સ્વામી ગોલ્ડ મેડાલિસ્ટ બની હતી. કમ્પાઉન્ડ મિક્ષ ટીમ આર્ચરીમાં ગોલ્ડ મેડલ ઉપર પંજાબ અને સિલ્વર ઉપર દિલ્હીની ટીમનો કબ્જાે રહ્યો. કમ્પાઉન્ડ આર્ચરી, મેન્સમાં દિલ્હીની મેન્સ ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો, દ્વિતીય ક્રમ પંજાબ અને તૃતીય ક્રમાંક ઉપર મહારાષ્ટ્ર મેડલ વિજેતા બન્યું હતું. કમ્પાઉન્ડ આર્ચરી, વિમેન્સમાં મહારાષ્ટ્ર ટીમે ગોલ્ડ, આંધ્રપ્રદેશની ટીમે સિલ્વર અને પંજાબની ટીમે બ્રોન્ઝ મેડલ અંકે કરીને જિતની શાનદાર ખુશી વ્યક્ત કરી હતી. સંસ્કાર ધામ સ્પોર્ટ્‌સ અકાદમી, અમદાવાદ વેન્યુ-૨ ખાતે આર્ચરીમાં કમ્પાઉન્ડ રાઉન્ડમાં વિવિધ રાજયોની વિમેન અને મેન્સ ટીમોએ પોતાની તીરંદાજી ક્ષમતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અંકે કરવા અને મેડલ્સ માટે પોતાનો દાવો મજબૂત કરવા માટે સ્પર્ધામાં અદ્ભુત તીરંદાજી કરી હતી.

error: Content is protected !!