સોમનાથ મહાદેવ સમક્ષ હિમાચલ પ્રદેશનાં માઈ ભકતોએ ચાંદીની પાલખીમાં માતાજીને બિરાજી માતૃવંદના કરી

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે હિમાચલ પ્રદેશનાં સીમલાનાં ૩રપથી વધુ માતાજીનાં ભકતોનાં સંઘે સીમલાનાં મંદિરેથી ખાસ ચાંદીની પાલખીમાં માતાજીની મૂર્તિ લાવી સોમનાથ મંદિર બહાર સ્વાગત કક્ષ પાસે માતાજીની આરતી, ભજન, ધૂન અને સોમનાથ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એક સરખા કંકુવર્ણા પરિધાન અને છ બસ અને બે કારમાં હિમાચલ પ્રદેશથી આવેલા આ યાત્રિકો અહીંથી દ્વારા જવા રવાના થયા હતા. તેઓ આ પરંપરા છેલ્લા બાવીસ વર્ષથી મનાવી રહ્યા છે. તેમાં દર વર્ષે અલગ-અલગ તીર્થ રૂટ હોય છે. સોમનાથ મંદિર સમક્ષ ચાંદીનાં રથ પાલખી બિરાજમાન કરાવી ભાઈઓ-બહેનોએ હિમાચલ પ્રદેશની પરંપરાગત મુજબ ધૂન, કીર્તન ખંજરી, કરતાલ, ઢોલક સહારે લઈ ધર્મમય વાતાવરણ સર્જી દિવ્ય અનુભૂતિ કરાવી હતી. યાત્રા પુરી થયે આ ચાંદીની પાલખી રથનાં માતાજીને ફરી હિમાચલ પ્રદેશનાં તેનાં આસ્થા મંદિરમાં બિરાજમાન કરી યાત્રા સમાપન થશે.

error: Content is protected !!