માંગરોળમાં રાજાશાહી વખતનું અતિ પૌરાણિક ભવાની માતાજી મંદિરના પટાંગણમાં આજ પણ પ્રાચીન ગરબી

0

જૂનાગઢના માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢમાં રાજાશાહી વખતનું અતિપૌરાણિક શ્રી ભવાની માતાજી મંદિરના પટાંગણમાં અનેક વર્ષોથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે જયભવાની ગરબી મંડળના સભ્યો દ્વારા પ્રથમ દીપપ્રાગટય કરી દરરોજ ભગવતી સ્વરૂપ નાની બાળાઓના હસ્તે માતાજીની આરતી ઉતાર્યા પછી માતાજીના ગરબાની શરૂઆત કરવામાં આવે છે. ભવાની ગરબી મંડળમાં અનેક વર્ષોથી કોઈ પણ ફી વગર પ્રાચીન અર્વાચીન ગરબા ગાયકોના મધુર સ્વર અને સંગીતના તાલે ગાઈને તમામ નાની-મોટી બાળાઓ બહેનોને ગરબા રમાડવામાં આવે છે. તેમજ દરરોજ દાતાઓના સહયોગથી નાસ્તો પણ આપવામાં આવે છે અને દશેરાના દિવસે તમામ બાળાઓને લ્હાણીરૂપે પ્રસાદી ભેટ પણ આપવામાં આવતી હોય છે. નવરાત્રી દરમ્યાન દર વર્ષે ભવાની ગરબી મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમના સેવાભાવી લોકો દ્વારા આ સુંદર આયોજન કરી માતાજીના નવલા નોરતાની ખુબ જ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. માંગરોળના આ અતિ પ્રાચીન ભવાની મંદિરમાં લોકોને પણ ખુબ જ શ્રદ્ધા અને આસ્થા છે. તેમજ નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડતા હોય છે. પ્રમુખ દીગેશભાઈ છાયા, ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર, નરસીભાઈ ખેર વિગેરે કાર્યકરો સાથે લોકપ્રિય ઉદઘોષક હિતેશભાઈ જાની પણ વર્ષોથી પોતાની સેવા આપી રહ્યા છે.

error: Content is protected !!