શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારીકામાં જયારે અખીલ બ્રહ્માંડ નાયક શ્રી હરી બિરાજમાન હોય અને એમનાં દર્શાવેલા માર્ગ ઉપર જાે આપણે ચાલીએ તો પછી જીવનમાં કયું કામ એવું છે જે શકય નથી. આ પરંપરા પ્રમાણે જ શ્રી દ્વારકાધીશનાં પટ્ટરાણીવાસમાં બિરાજતા બાળ સ્વરૂપ એવા શ્રી ગોપાલજી મહારાજ સમી પૂજન કરાવ વિજયા દશમી દશેરાનાં પાવન અવસરે દ્વારકાધીશ મંદિરેથી બેન્ડવાજાની સુરાવલીઓ સાથે નીકળેલ ત્યારે પરંપરાગત રીતે જગતમંદિરનાં મુખ્ય દ્વાર પાસે પોલીસ જવાનો દ્વારા ગોપાલજીની પાલખીયાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગોપાલજીની પાલખીયાત્રા પૂજન સામગ્રી સાથે જગન્નાથ મંદિરે(ખારા હનુમાન) પૂજન કરવા જવા માટે પ્રસ્થાન કરેલ હતું. આ પૂજન વિધી ભગવાન શ્રી દ્વારકાધીશે સૂચવેલી છે. શાસ્ત્રોકત કથન મુજબ જયારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શકિતનાં પ્રતિકો છે તેને કયાં રાખવા એ સમસ્યા હતી કારણ કે શકિત મન પડે તેમ ન રાખી શકાય. એટલા માટે શ્રી દ્વારકાધીશજીએ પાંડવોને આજ્ઞા કરી કે આપ સમીનાં વૃક્ષને આપનાં અસ્ત્રો-શસ્ત્રો સોંપી દો. જેનાં કારણે આપની શકિતની વૃધ્ધિ થશે એજ પરંપરા પ્રમાણે આપણે સોૈ આપણી શકિત, વ્યાપાર વગેરે સમીને સોંપી તેમને વધારી સશકત કરી ફરી આપણા ઉપયોગમાં લેશું તો પરમકૃપાળુની કૃપાથી આપણે આપણી બધી શકિતઓ વધારે સમૃધ્ધ થશે એવું આપણા મહાભારતનું કથન છે. વિજય દશમીનાં પાવન અવસરે શહેરનાં વેપારીઓ પણ દર વર્ષની જેમ સમી પૂજનમાં જાેડાયા હતા અને પરંપરાગત રીતે દર વર્ષની જેમ પૂજાવિધી કરીને વેપાર-ધંધાની વૃધ્ધિ માટે પસ્તાનું મેળવ્યું હતું.