લંડનમાં નવરાત્રી પર્વની ઉજવણીમાં જેન્તિરામબાપાની ઉપસ્થિતિ

0

ધુનડા સત પુરણધામ આશ્રમનાં સંત જેન્તિરામબાપા લંડનની યાત્રાએ ગયા છે. જયાં હેરો લંડનનાં ઈન્ટરનેશનલ સિધ્ધાશ્રમશકિત સેન્ટર ખાતે રાજરાજેશ્વર ગુરૂજી દ્વારા દશેરાનાં દિવસે નવરાત્રી પર્વ નિમિતે રાસોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં ભારતીય ગુજરાતીઓએ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે રાજરાજેશ્વર ગુરૂજીએ જેન્તિરામબાપાનું સ્વાગત કરેલ અને બંને સંતોએ ઉપસ્થિત સોૈને આર્શીવાદ પાઠવ્યા હતા.

error: Content is protected !!