શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા વિજયા દશમીની ઉજવણી કરાઈ

0

સોશિયલ ગ્રુપ દ્વારા આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવનું સાલ ઓઢાડી સન્માન કરાયું

શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરાની અખબારી યાદીમાં જાણવામાં આવે છે કે, જાેષીપરા, ખલીપુર રોડ ઉપર આવેલ “ખોડલ ફાર્મ” ખાતે સુંદર મજાનું નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. નવરાત્રી મહોત્સવ દરમ્યાન રોજેરોજના વિજેતા ખેલૈયાઓને ઇનામોની વણઝાર કરવામાં આવી હતી. જ્ઞાતિજનોને વિનામૂલ્ય પ્રવેશને રોજે રોજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવતો હતો. પધારેલા આમંત્રિત મહેમાનોને માન સન્માન સાથે સ્વાગત વિધિ, સન્માન સમારોહ, ગૌ દાન માટે ફંડ એકત્ર કરવામાં આવેલ, શસ્ત્ર પૂજન, કોરોના કાળ દરમ્યાન સોશ્યલ ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ હતું. તેમાં આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવએ પોતાની માનત સેવા આપેલ હતી. તે બદલ સોશ્યલ ગ્રુપના સભ્યો દ્વારા ડો. ચિંતન યાદવનું સાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું. તે સિવાયના અનેક કાર્યક્રમો કરવામાં આવેલ હતા. આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરા, લલિતભાઈ વરૂ, ભાવેશભાઈ ખોલીયા, ભગવાનજીભાઈ વાળા, સંદીપભાઈ રાઠોડ, સંજયભાઈ બુહેચા, રસિકભાઈ નેના, રાકેશભાઈ ગાધેર, ભાર્ગવભાઈ વેગડ, મહેન્દ્રભાઈ ભરડવા, પી.એ. ટાંક, સુરેશભાઈ કોરીયા, શશીભાઈ રાવત, ભરતભાઈ જાદવ, રાહુલભાઈ રાવત, રાજુભાઈ જાદવ, વિપુલભાઈ માળવીયા, જયસુખભાઈ જાદવ, લલીતભાઈ ચાંડેગરા, ભાવેશભાઈ વેગડ, જશનભાઈ ચાંડેગરા, વિપુલભાઈ રાવત, હરેશભાઈ જેઠવા, પાર્થભાઈ વાઢેર, આશિષભાઈ કોરીયા, કેયુરભાઈ મજેવડીયા, નિલેશભાઈ ચાંડેગરા સહિતનાઓએ ભારે ઉઠાવી હતી. આ નવરાત્રી મહોત્સવ દરમ્યાન પધારેલા જ્ઞાતિજનનો સહિત આમંત્રિત મહેમાનો માટે સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમ છતાં પણ કોઈપણ પ્રકારની તકલીફ પડી હોય તો દર ગુજર કરવા વિનુભાઈ ચાંડેગરાએ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!