શ્રી સીધ્ધી વિનાયક ગરબી મંડળની આગેવાનોએ મુલાકાત લીધી

0

શ્રી સીધ્ધી વિનાયક સોસાયટી ગરબી મંડળ ખલીલપુર રોડ, જાેષીપુરા, જૂનાગઢ દર વર્ષે નવ દુર્ગા માતાજીનાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેનાં આયોજન કર્તા સંચાલક ભીખુભાઈ ગજેરા, મથુરભાઈ રાણોલીયા, ગોવિંદભાઈ કપાડા, અશોકભાઈ કાકડીયા, હરેશભાઈ ગોંડલીયા, અરવીંદભાઈ બાબરીયા વિગેરે કાર્યકર્તાઓનાં સાથ-સહકારથી ખૂબ જ સરસ આયોજન કરીએ છીએ. અંદાજે ૭ર દિકરીઓએ ભાગ લીધો હતો. ઘણા મહેમાનોએ આ ગરબીની મુલાકાત લીધેલ હતી. જેમાં જૂનાગઢ વિસ્તારનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, મેયર ગીતાબેન પરમાર, ગીરીશભાઈ કોટેચા, સામાજીક આગેવાન અજીતસિંહ વાંક, મહાનગર પાલિકા જૂનાગઢનાં સ્થાયી સમિતિનાં ચેરમેન હરેશભાઈ પરસાણા, ગોપાલભાઈ શખોલીયા, શાંતાબેન મોકરીયા, જયોતીબેન વાછાણી, ભાવનાબેન હીરપરા, કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલે મુલાકાત લીધી હતી.

error: Content is protected !!