૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત મહિલા હોકીમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પંજાબ પહોંચ્યું સેમી ફાઈનલમાં

0

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે હોકી સ્પર્ધા નિર્ણાયક તબક્કામાં આવી પહોંચી છે. ગતરોજ મહિલાઓની ક્વાર્ટર ફાઈનલ મેચ અંતર્ગત પહેલા હાફમાં પ્રથમ મેચ ઓરિસ્સા અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઇ હતી, જેમાં મધ્યપ્રદેશ ૦૪-૦૨ ગોલ સાથે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું છે, જયારે હરિયાણા વર્સીસ કર્ણાટકના મેચમાં હરિયાણાની ટીમે ૬ ગોલ ફટકારી કર્ણાટકને એક પણ ગોલ કરવાનો મોકો આપ્યો નહોતો, ત્રીજાે મેચ ઝારખંડ વર્સીસ ઉત્તર પ્રદેશની મજબૂત ટીમો વચ્ચે રમાયેલી, જેમાં ઝારખંડ ૦૬-૦૧ ગોલથી વિજેતા બની સેમી ફાઇનલમાં પ્રવેશી ચુકી છે. અંતિમ ક્વાર્ટર ફાઈનલ મેચ પંજાબ અને ગુજરાત વચ્ચે યોજાઈ હતી. પંજાબે ગુજરાત સામે ૨૪ ગોલ કરવા સાથે રમત એકતરફી રમત જાેવા મળી હતી. આજે પુરૂષોની હોકીની સેમી ફાઈનલ મેચ રમાશે. જેમાં કર્ણાટક અને ગુજરાત, હરિયાણા અને તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ તેમજ મહારાષ્ટ અને ઝારખંડ વચ્ચે મુકાબલો યોજાશે.

error: Content is protected !!