વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯મીએ જૂનાગઢનાં મહેમાન : શાનથી સ્વાગત માટેની જાેરદાર તૈયારી

0

ભારતનાં વડાપ્રધાન અને કેન્દ્ર શાસીત ડબલ એન્જીન સરકારનાં મોભી એવા પ્રાઈમમીનીસ્ટર નરેન્દ્ર મોદી આગામી તા.૧૯ ઓકટોમ્બરનાં રોજ જૂનાગઢ ખાતે આવી રહ્યા હોય અને જે અંગેની તડામાર તૈયારીઓને હોપ આપવામાં આવી રહી છે. દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં તેઓનાં પ્રવાસકાર્યો દરમ્યાન વિકાસ કાર્યોને વેગ આપવાનાં ભાગરૂપે ખાતમુર્હુત વિધી, લોકાર્પણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આગામી તા.૧૧ ઓકટોબરનાં રોજ જામકંડોરણા ખાતે પણ તેઓની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ દરમ્યાન અંત્યત આધારભૂત રીતે પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૯ ઓકટોબરનાં રોજ જૂનાગઢની પણ મુલાકાતે આવી રહ્યા છે અને તેઓનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યારે આ વિકાસ કાર્યોનાં લોકાર્પણ તેમજ નવા કામો માટેનાં ખાતમુર્હુત સહિતનાં આયોજનનો તખ્તો પણ ગોઠવવામાં આવી રહ્યો છે. લોકોની સુખાકારી કેમ વધે ? આમ જનતાની સમસ્યાઓ હલ થાય તેમજ વિકાસનાં ફળ ચાખવા મળે અને આપણું ગુજરાત નંબર-૧ ગુજરાત બને, સર્વશ્રેષ્ઠ ગુજરાત બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટી સાથે ગુજરાતભરમાં વિકાસશીલ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. લોક ઉપયોગી કાર્યો પણ થતા રહે છે. એટલું જ નહી સામાન્ય જનતા માટે પણ અનેક યોજનાઓ જારી કરવામાં આવી રહી છે. ગુજરાતનાં ટોપનાં શહેરો કે જયાં યાત્રાધામ તથા પ્રવાસન ક્ષેત્રને પણ પુરેપુરૂ ઉતેજન મળે તે માટેનાં પ્રયાસો પણ વેગવંતા બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનનાં આર્શીવાદ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂતેન્દ્રભાઈ પટેલ અને તેમની સરકાર દ્વારા પણ ગુજરાતનાં વિવિધ શહેરોને અગ્રતા ક્રમ આપી આ જૂનાગઢ શહેરોમાં પાયાની સુવિધા પુરી પાડવા માટે નાણાંની પણ ફાળવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા દઈ રહી છે, રાજકીય પક્ષોનાં પ્રવાસ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધાની સાથે સાથે વિકાસશીલ કાર્યોને બમણો વેગ મળે તે માટે તૈયારીનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૯ ઓકટોબરનાં રોજ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે અને તેમનાં ભવ્ય સ્વાગતથી લઈ અને વિકાસ કાર્યોનાં લોકાર્પણ તેમજ ખાતમુર્હુત સહિતનાં કાર્યક્રમો વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર હોવાનું અને તે અંગેનાં સંભાવિત કાર્યક્રમો અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢવાસીઓની મીટ વડાપ્રધાનનાં કાર્યક્રમ ઉપર મંડાયેલી છે અને જૂનાગઢને કંઈક વધુ પ્રાપ્ત થશે એવી સંભાવના પણ વ્યકત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં મુખ્યમંત્રી પદે કાર્યભાર સંભાળી અને ખૂબ લાંબા સમય સુધી સત્તાનો દોર ચલાવી અને તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતનાં હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢને રોપવે સહિત ઘણી ભેટ આપી છે ત્યારે આગામી દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢને વધુ કંઈક ગીફટ પ્રાઈમમીનીસ્ટર તરફથી મળે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.

error: Content is protected !!