ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્રે એસ.ટી. ડેપો સામે આવેલી બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવેલા આ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે ગાંધીનગરથી ખાસ આવેલા સામતભાઈ ગઢવીએ રીબીન કાપીને આ કાર્યાલયને ખુલ્લું મૂકી, કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર એવા રામજીભાઈ દલવાડીએ “આપ”નો ખેસ ધારણ કરી અને હવેથી આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવાઓ આપવા જણાવ્યું હતું.

error: Content is protected !!