૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવાના પાંચ વર્ષ પૂર્ણ : ખંભાળિયામાં ઉજવણી

0

અમુલ પશુઓ માટે આશીર્વાદરૂપ ૧૯૬૨ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત સમગ્ર રાજ્યમાં અમૂલ્ય સેવાઓ આપવામાં આવી છે. જેમાં ૧૯૬૨ની કરૂણા એમ્બ્યુલન્સ ૨૦૧૭થી કાર્યરત છે. જેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ૪,૩૦,૦૦૦થી વધુ પશુ તેમજ પક્ષીઓનીની સારવાર કરવામાં આવી છે. આ હેલ્પલાઇન દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ૬૩૫૨થી વધુ પશુ-પક્ષીઓનીની સારવાર કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં આ સેવાનો સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ જિલ્લામાં નાયબ પશુનિયામક મહેશ પટેલ અને પશુ પાલન વિભાગના વિવિધ અધિકારી તેમજ ૧૯૬૨ અધિકારી, સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૬૨ની એક એવી સેવા છે, જેના દ્વારા નિરાધાર પશુઓ, પક્ષીઓની તેમજ કુતરાઓને સારવાર આપવામાં આવે છે. જિલ્લામાં સેવાભાવી લોકો દ્વારા આ હેલ્પલાઇનને પશુ-પક્ષી સંદર્ભેની માહિતી આપી અને સેવાનો લાભ લેવામાં આવે છે. જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ સેવા પણ ખુબ જ જાણીતી થઈ છે.

error: Content is protected !!