દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે ગુજરાત વિકાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન

0

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહેશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા જુદા-જુદા સ્થળોએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બુધવાર તારીખ ૧૨મીના રોજ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. આ અંગે ભાજપ દ્વારા જારી કરવામાં આવેલા એક સંદેશામાં દ્વારકાથી પોરબંદર સુધીની આ ગૌરવ યાત્રા રૂટ-૨માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે બુધવારે બપોરે ૨ વાગ્યે દ્વારકામાં એન.ડી.એચ. મેદાનમાં જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દ્વારકાથી નંદાણા, જુવાનપુર, હંજડાપર, વડત્રા થઈ અને સાંજે ખંભાળિયા શહેરમાં આવશે. જ્યાં સાંજે પોણા આઠ વાગ્યે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં રાત્રી રોકાણ બાદ આ યાત્રા લાલપુર તાલુકામાં જવા રવાના થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારકાધીશના આશીર્વાદ મેળવશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી, તેમજ જિલ્લાના આગેવાનો, સાંસદ, ધારાસભ્ય, ઉપરાંત વિવિધ અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જાેડાશે. જેમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, ભરતભાઈ બોઘરા, જેન્તીભાઈ કવાડિયા, ધનસુખભાઈ ભંડેરી, અભય ચુડાસમા વિગેરે જાેડાશે. આ યાત્રામાં જિલ્લા ભાજપ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે-સાથે મહિલા મોરચા દ્વારા માનવ સાંકળ બનાવી અને ગૌરવ યાત્રાનું સ્વાગત કરાશે.

error: Content is protected !!