વેરાવળમાં ગુજરાત ખારવા સમાજની મીટીંગ : ગુજરાતભરના પટેલો, પ્રમુખો, આગેવાનોનું શકિત પ્રદર્શન

0

માછીમાર સમાજને ટીકીટ નહી મળે તો મતદાનનો બહીષ્કાર : ૧૬૦૦ કીલોમીટર દરીયા કિનારે વસતા ૬૦ લાખ માછીમારો સહિત એક કરોડ મતદારો અનેક સીટો ઉપર અસર કરશે

ખારવા સમાજની વંડીમાં ગુજરાત ખારવા સમાજ દ્વારા મીટીંગ મળેલ હતી. તેમાં ગુજરાતભરના દરીયા કિનારે વસતા પટેલો, પ્રમુખો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. જેમાં ઠરાવ થયેલ હતો કે, માછીમાર સમાજને છ ટીકીટ આપવામાં નહી આવે તો ચૂંટણીનો બહીષ્કાર કરી મતદાન કરવામાં નહી આવે જેની અસર આખા ગુજરાતમાં થશે. ર૮ સીટો ઉપર માછીમાર સમાજનું વર્ચસ્વ છે જરૂર પડે સરકારની વિરૂધ્ધમાં ખુલ્લેઆમ કામગીરી કરીશું. વેરાવળ બંદર રોડ ઉપર આવેલ સમસ્ત ખારવા સમાજ વાડીમાં દરીયા કિનારે વસતા ખારવા સમાજના પટેલો, માચ્છીમારી સાથે જાેડાયેલા અનેક સમાજના પ્રમુખો, આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતા. જેમાં અનેક વર્ષોથી ભાજપ સરકાર દ્વારા ખારવા, ટંડેલ, માછી, ખલાસી તેમજ માછીમાર ધંધો રોજગાર સાથે સંકળાયેલ તમામની અવણના થઈ રહેલ છે. અનેક મુદ્દે માછીમારોને પરેશાન કરવામાં આવે છે. ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાએ જણાવેલ હતું કે, ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં ૧૬૦૦ કીલો મીટર દરીયા કિનારે વસતા અનેક સમાજાેની વસ્તી ૬૦ લાખ છે. તેમજ આની સાથે રોજગારીમાં સંકળાયેલ ૪૦ લાખ લોકો છે. એક કરોડથી વધુ મતદારો ભાજપ સાથે જાેડાયેલા છે. રાજયસભાની ટીકીટ માછીમાર સમાજના બદલે બીજાને આપેલ છે. એકતા નથી આપણે પોતાને સ્વાર્થ છે. તાકાત બતાવવી જાેઈએ લોકશાહીમાં બધુ કરવું પડશે, એક થવું પડશે. ભાજપ પક્ષ સાથે રહેવું છે પણ અન્યાય સહન કરીશું નહી. છ ટીકીટો માંગવામાં આવશે જેની કેન્દ્ર સુધી રજુઆતો કરાશે જાે માછીમારોની અવગણના કરાશે તો ર૮ સીટો ઉપર અસર પડશે. આ વખતે ટીકીટો ફાળવવામાં નહી આવે તો સમગ્ર દરીયાઈ વિસ્તારમાં મતદાનનો બહીષ્કાર કરાશે. ગુજરાતભરમાંથી ઉમટી પડેલા આગેવાનોએ જણાવેલ હતું કે, સરકારમાં વ્યકિતગત લાભો માટે દોડવું નહી વિધાનસભાની અંદર આપણી તાકાત હોવી જાેઈએ. જરૂર પડયે સરકાર વિરૂધ્ધ જશું, અમુક લોકો ચાપલુશી કરે છે જે ચાપલુશી બંધ કરવી જાેઈએ, આપણી પાસે મોટી તાકાત છે, સ્વાર્થ માટે સમાજ હેરાન થાય છે, રોડ ઉપર ઉતરવું પડશે તો ઉતરીશું, માછીમાર સમાજ નકકી કરે એટલે ગમે તે ઉમેદવાર જીતી જાય, ગુજરાત સરકારને માછીમાર સમાજની કંઈ પડી નથી, અધિકારીઓ બેફામ બનેલ છે, આપણો માછીમાર સમાજમાંથી મત્સ્ય ઉદ્યોગ મંત્રી હોવો જાેઈએ, હવે બતાવી દેવું જાેઈએ કે કેટલી તાકાત છે. ચૂંટણીનો બહીષ્કાર કરવાની તાકાત રાખો. દરેક સમાજમાં બે જુથો છે તે રીતે આ સમાજમાં પણ છે પણ જેને પણ ટીકીટ આપશે તેની સાથે રહી તેને જીતાડીશું. આ સમાજરાષ્ટ્ર વાદી ક્રાંતિકારી છે. બધી ક્ષમતા છે સતાનું પ્રભુત્વ શું છે તેની ખબર હોય નહી તેને આગેવાની કરાઈ નહી, લાજ કાઢીને શું કામ ફરવું, વાતો કરીને છુટા પડવું તેનો કોઈ અર્થ નથી. દરેક વખતે ફકત માંગણીઓ મજાક બની જાય છે, કોઈ પીછેહટ કરવાની નથી આગળ વધવાનું છે. ૧૬૦૦ કીલો મીટર દરીયા કિનારો લાખો લાકોને રોજીગારી આપે છે રજુઆતો કરીને થાકી ગયા છે. ભાજપપક્ષ સાથે વર્ષોથી છીએ કોઈ સાંભળતું નથી હવે માછીમાર સમાજે તાકાત બતાવવી જાેઈએ લડી લેવું પડશે. એકતા બતાવવી પડશે સ્વાર્થ ધરાવતા સમાજના આગેવાનો બહાર કાઢી મુકવા જાેઈએ. આ મીટીંગમાં ઠરાવ થયેલ હતો કે, માછીમાર સમાજને અતિ અવગણના હેરાનગતિને લઈને વિધાનસભામાં સક્ષમ રજુઆતો કરવામાં માટે સોમનાથ, માંગરોળ, જાફરાબાદ, પોરબંદર, વલસાડ, નવસારી માટે ટીકીટ માંગવી તેમજ કીમીટીના નામો નકકી કરી ગાંધીનગર, દીલ્હી રજુઆતો કરવી.

error: Content is protected !!