ઓખા ખાતે ગાંધીનગરી વિસ્તારમાં સતી માતા મંદિરે શરદ પૂનમ નિમિતે રાસોત્સવ રાખવામાં આવેલ હતો. દરેક બહેનોને ઈનામી કુપન આપવામાં આવેલ હતા અને છેલ્લે રાસ પૂરો થયા બાદ ઈનામી કુપનનો લક્કી ડ્રો થાય અને જે બહેનોને ઇનામ લાગે તેને માતાજીની પ્રસાદી રૂપે ઇનામ આપવામાં આવેલ હતું. આ મંદિર અંદાજીત ૭૫ વર્ષ જુનું પૌરાણિક મંદિર છે. જ્યાં આસો નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રીના પ્રાચીન ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. અહીંયા બંને તહેવાર સિવાય ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવે છે. આ મંદિર પ્રત્યે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા પણ જાેડાયેલ છે. આ સમગ્ર કાર્યને સફળ બનાવવા સતી માતા મંદિર ગ્રુપ જહેમત ઉઠાવે છે.