રાંદલ માતાજી ધામ દડવા મંદિરે હવન યજ્ઞ યોજાયો

0

રાંદલ માતાજી મંદિર દડવા મુકામે હવનયજ્ઞ સમુહ ભોજન પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માણાવદર તાલુકાના દડવા ગામે રાંદલમાંનું ભવ્ય પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલ છે જ્યાં દર રવિવાર અને મંગળવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. જે મંદિરે દર વર્ષે નવરાત્રી બાદ હવનયજ્ઞનું આયોજન થાય છે જે આયોજન અનુસંધાને હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન, હવનયજ્ઞ અને ભોજન-પ્રસાદીનો લાભ લીધો હતો. આ મંદિર વિષે એવું કહેવાય છે કે, વર્ષો પૂર્વે દડવાની પવિત્ર ભૂમિકા લોક વાયકા મુજબ એક જાન નીકળેલ અને જુના મારગના રસ્તામાં ગાડાના પૈડા નીચેમાં રાંદલ પ્રગટ થયેલ અને જાન પૈકી વરઘોડીયામાંથી બાઇના શરીરમાં માતાજી પ્રગટ થઇ અને કહેલ કે, હું માં રાંદલ છું તો આ ગામે મારી સ્થાપના કરો અને મંદિર બંધાવો અને કહેલ કે, જે લોકો મારી ખરા દિલથી શ્રધ્ધાપૂર્વક ભકિત કરશે તેના સંકટો દુર કરી મનોકામના પૂર્ણ કરીશ. ત્યારથી આ મંદિરની સ્થાપના થયેલ છે. રવિવાર તથા મંગળવારના દિવસે કાયમી હજારો ભાવિકો દર્શનાર્થે તેમજ માતાજીની માનતા નીમીતે અને રક્ષા બાંધવામાં આવે છે. હાલ કોઇ વ્યકિતમાં રાંદલનાં દરબારમાં આવી સાચી ભાવનાથી આરાધે છે તેવા દુઃખીયા માનવીઓની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને સંકટો દુર કરે છે. તેવી દર્શનાર્થીઓમાં શ્રદ્ધા જાેવા મળે છે. આ એજ માં રાંદલની પવિત્ર ભૂમિ છે. જયાં ઘણા વર્ષોથી આસો માસના નોરતા પછી દર વર્ષે ભવ્ય હવન યજ્ઞ થાય છે અને હવન યજ્ઞમાં હજારો ધર્મપ્રેમી ભાઈ-બહેનો પધારી દર્શનનો લાભ લે છે. યોજાયેલ હવન યજ્ઞમાં પોરબંદર વાળા નાગાજણભાઈ ખુંટી પરિવાર મુખ્ય યજમાન રહ્યા હતા. હવન યજ્ઞમાં આચાર્ય તરીકે જૂનાગઢ વાળા વિધ્વાન કર્મકાંડી ભગવતાચાર્ય રમેશભાઈ પંડીતે શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાવ્યું હતું. હવન યજ્ઞમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓ માટે ભોજન-પ્રસાદી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં તન, મન, ધનથી સાથ સહકાર આપનાર તમામ ભાવિક ભકતોને મંદિરના પુજારી જીજ્ઞાશાબેન એચ. ગોસાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!