જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા જયશ્રીબેન વાળા અને શિક્ષક ઉમરભાઈ શેખ વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સ્ટાફ મિત્રો અને બંધના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડુંગરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયશ્રીબેન વાળા અને ઉમરભાઈ શેખને વિદાયમાન આપવા માટે સ્ટાફગણ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં આપ મિત્રોએ બંને શિક્ષકોને સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરીને વિદાયમાન આપ્યું હતું. આ તકે ઉપસ્થિત આ શાળાના આચાર્ય વાધમશી, પે-સેન્ટરના આચાર્ય શેલૈષભાઈ દવેએ બંને શિક્ષકોની કર્તવ્યનિષ્ઠા અને કર્મનિષ્ઠાને બિરદાવી હતી. વધુમાં તેઓએ નિવૃતીનો સમય આનંદમય, શાંતિપૂર્ણ અને સ્વાસ્થ્યપૂર્ણ પસાર થાય તેવી શુભકામના પાઠવી હતી. આ તકે જૂનાગઢ ટીડીઓ બડેલીયા, સંઘના હોદ્દેદાર ગોઠીભાઇ સહિત સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.