શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આરો વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ

0

જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં દેવાધિ દેવ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ પોલીસ મિત્રો માટે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શક્તિ પરિવાર તથા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. વિણાબેન એસ. પંડ્યા તથા સ્વ. સુમિતભાઈ વ્યાસના સ્મરણાર્થે પોલીસ જવાનોને શીતલ જળ મળી રહે તે માટે આરો પ્લાન્ટ વોટર કુલરનું લોકાર્પણ એમ.સી. ચુડાસમા પીએસઆઇ ભવનાથ પોલીસ સ્ટેશનના હાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એ.એ. ભાલીયા, આરએફઓ ભવનાથ રેન્જ ભરતભાઈ ભીંડી, પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ, ડોક્ટર ભૂમિબેન ભટ્ટ, સહજાનંદ ફિઝીયોથેરાપી રિહેબ સેન્ટર, આરતીબેન જાેશી કોર્પોરેટર, કે.ડી. પંડ્યા પ્રમુખ, સૌ.ક.સ. બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા, પ્રફુલભાઈ જાેશી, પ્રમુખ સૌ.ક.સ. બ્રહ્મ સમાજ જૂનાગઢ શહેર, આશિષભાઈ ઉપાધ્યાય, ઈશાન ગ્રુપ, જીતુભાઈ પંડ્યા દાતારેશ્વર ઇન્વેસ્ટર્સ કેર પ્રા.લી. ઉપસ્થિત રહ્યા હતા તેમ મેનેજિંગ ટ્રસ્ટી આશિષ એમ. રાવલની એક યાદીમાં જણાવ્યું હતું.

error: Content is protected !!