જૂનાગઢમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે મીલાદની ઉજવણી

0

જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે-મીલાદ નબીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષની જેમ ન્યાઝ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને આ કાર્યક્રમ અંતર્ગત હિન્દુ-મુસ્લિમ સમાજનાં ભાઈ-બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને આ સાથે જ કોમી એકતાની લાગણી પણ દર્શાઈ હતી. ગઈકાલે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પંજેતન યંગ ગ્રુપ તરફથી નુરાભાઈ કુરેશી, વહાબભાઈ કુરેશી, ઈબ્રાહીમભાઈ કુરેશી, કાકુભાઈ, કાદરભાઈ સોયમ, સોહીલભાઈ કુરેશી વિગેરે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!