જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્ષ નિમિત્તે ગઈકાલે સાંજે મધ્યરાત્રીએ દીપમાળા મહેંદીનો કાર્યક્રમ મહંત પૂજ્ય ભીમબાપુની નીસરામાં હજારો ભાવિકોની હાજરીમાં ગુફામાં દાતાર બાપુની ગુફામાં પ્રજલિત અખંડ જ્યોતની જ્યોતથી હજારો દીવડા દાતારની જગ્યા પરિસરમાં પ્રગટાવવામાં આવ્યા હતા. મધ્યરાત્રીના આ પ્રસંગે દાતારની જગ્યા ગુફામાં કમાલસા બાપુ અખંડ ધુણો ભંડાર મહેંદી વગેરે જગ્યાએ દીવડા પ્રગટાવી અને લાઈટો બુજાવી અને દાતારની ટેકરી જળહળી ઉઠી હતી. આ પ્રસંગે ઉપસ્થિત દાતાર ભક્તોને પૂજ્ય ભીમબાપુ દ્વારા મહાપ્રસાદમાં શીરો અને ડ્રાયફ્રુટનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.