જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી જ અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ બપોરનાં ગાજવિજ સાથે વરસાદ તુટી પડયો હતો. જાેરદાર પવન પણ ફુંકાયો હતો અને દેધનાધન વરસાદ વરસી ગયો હતો. અચાનક તુટી પડેલા વરસાદનાં કારણે રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા.જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા સાથે હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી કરી હતી આ દરમ્યાન જૂનાગઢ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ પડયો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, જૂનાગઢમાં ગઈકાલે સાંજ સુધીમાં સવા બે ઈંચ વરસાદ જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં પડયો હતો. જયારે મેંદરડા પંથકમાં ૧૧ મીમી જેટલો વરસાદ પડયો હતો.