માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી ઈદે મિલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત રીતે વાલીએ સોરઠની દરગાહ ઉપર ચાદર ચઢાવી ઝુલુસની શરૂઆત થયેલ હતી. ઈદે-એ-મિલાદના ઝુલુસ બાબતે અગાઉ સર્વાનુ મતે નક્કી કર્યા મુજબ ઝુલુસ શરીયતના દાયરામાં રહી કાઢવામાં આવેલ હતું. તહેવારની ઊજવણીના ઉત્સાહમાં કોઈપણ ઉન્માદમાં ના આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવેલ હતી. તેમજ ઝુલુસ રાબેતા મુજબના રૂટ વાલીએ સોરઠથી લઈ સુખનાથ ચોક, જેલરોડ, કોર્ટે રોડ, ચિતાખાના ચોક, ઢાળરોડ, માંડવી ચોક, ઝાલોરપા થઈ ઉધીવાડા ખાતે સંપન્ન થયેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઈ બે વર્ષ પછી ઝુલુસ નીકળી રહેલ હોય જેને લઈ મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જાેવા મળેલ હતો. જ્યારે વરસતા વરસાદ એ ડિવિઝન પીઆઈ એમ.એમ. વાઢેર તેમજ તેમની પોલિસ ટીમ દ્વારા ખડે પગે સુંદર બંદોબસ્ત જાળવવામાં આવેલ હતું. આ ઝુલુસમાં જૂનાગઢ મહાનગર વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, સૈયદ જમાતના પરવેઝ બાપુ કાદરી તેમજ અન્ય સદસ્યો ઉપરાંત હનીફભાઈ જેઠવા, સફિભાઈ સોરઠીયા, અશરફભાઈ થઈમ, રજાકભાઈ હાલા, હાફિજ સલીમસાબ, રાજુભાઈ સાંધ, લતીફબાપુ કાદરી, વહાબભાઈ કુરેશી, સાજીદભાઈ વિધા, કાસમભાઈ જુનેજા, મહેબૂબ વિધા, અશરફ હાલા, મહમદ હુસેન નારેજા, હનીફ બાબા, તાહીરભાઈ મેમણ, સોહેલ સિદ્દીકી સહિતના હાજર રહેલ હતા. આ દરમ્યાન ઝુલુસ સુખનાથ ચોક ખાતે પહોંચતા કોમી એકતા સમિતીના બટુકભાઈ મકવાણા, જીશાન હાલેપૌત્રા, વહાબભાઇ કુરેશી, કાસમભાઈ જુણેજા, અમીત પટેલ, કેશુભાઈ ઓડેદરા, નુરાભાઈ કુરેશી, સોહેલ સિદ્દીકી સહિતના હાજર રહેલ હતા.