દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના શંકરાચાર્યપીઠાધીરોહણ અને મહાભિનંદન સમારોહ નિમિત્તે તા.૧૦-૧૦-૨૦૨૨ના દિવસે બપોરે ૩ કલાકે ઉત્તરામ્નાય અનંતશ્રી વિભુષિત બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીનું આગમન શ્રી શંકરાચાર્ય આશ્રમ, શ્રી શારદાપીઠ દ્વારકામાં થયું હતું. આ તકે પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત, અભિવાદન તથા અભિનંદન સમગ્ર શારદાપીઠ પરિવાર તેમજ સમગ્ર સનાતનધર્માનુરાગી દ્વારા કરવામાં આવ્યું હતું તથા બ્રહ્મચારી નારાયણાનંદજી દ્વારા પૂજ્ય મહારાજશ્રીનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.