જૂનાગઢ મુકામે ચેતનાબેન મિશ્રાણીના સીધા માર્ગદર્શન નીચે લોહાણા સમાજનાં લગ્નોત્સુક દિકરા-દિકરીઓ માટે નિઃશુલ્ક હાઈટેક ગેટ-ટુ-ગેધરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. પારિવારિક માહોલમાં ‘મોટિવેશનલ’ સ્પીચ સાથે રાસ-ગરબા-અંતાક્ષરી, ગૃપ ડિસ્કશન તેમજ મિટીંગોની વણથંભી વણઝાર બપોરે ૨ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ચાલુ રહેલ અને કાર્યક્રમમાં અંતમાં ૭ થી ૮માં ભોજન લીધેલ હતું. આ કાર્યક્રમમાં ૪૧ દિકરીઓ તેમજ ૪૬ દિકરાઓની હાજરી પ્રોગ્રામની સફળતા બતાવી જાય છે. પ્રથમ ચરણમાં જલારામ બાપાની બાવાની, સ્તુતિ, પ્રાર્થના, રઘુવંશી ધ્વજ વંદન, થેલેસેમિયા વિષે હિરવા રૂપારલિયાનું ધારદાર વ્યકતવ્ય. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વેતા મીશ્રાણી, સ્વાતિ મીશ્રાણી, પ્રતિક મીશ્રાણી, કિશોરભાઈ રૂપારેલિયા, કનકબેન રૂપારેલીયા, વીજયભાઈ મિશ્રાણી, ચેતનાબેન મીશ્રાણી, રેખાબેન ગોટેચા, હેમાંગીબેન, માનસીબેનએ જહેમત ઉઠાવી હતી. ગામોગામથી વેવિશાળ અંગેની સેવ કરતા શ્રેષ્ઠીઓ તથા જૂનાગઢના આગેવાનો હાજર રહેલા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગ્ટ્ય કરવામાં આવેલ હતું. પ્રદીપભાઇ ખિમાણિ, પ્રો. પી.બી. ઉનડકટ જલારામ મંદિર-જૂનાગઢ, અનુભાઈ ભીમજીયાણિ, ધનજીભાઈ ભાયાણિ-મીઠાપુર, લક્ષ્મીદાસભાઈ જાેબનપુત્રા, રાજુભાઈ જાેબનપુત્રા, ભીખાભાઈ પાઉં-રાજકોટ, મહેશભાઈ રાજા, વિનુભાઈ ચગ, હસુભાઈ દત્તાણિ-જામખંભાળીયા, સોનલબેન વસાણી-લોહાણા મહાજન પ્રમુખ જસદણ વગેરેએ હાજરી આપી પ્રસંગને શોભાવ્યો હતો. તેમજ યુવક-યુવતીઓને આશીર્વાદ આપ્યા હતા. સોનલબેન વસાણીએ પોતાના વ્યકતવ્યમાં બાંધછોડને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. કુમારી રિધમ ઠકરારે દરેક મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સન્માન કરેલ હતું. મોટીવેશનલ સ્પીચ નેચરોથેરાપી ડો. ઉમેદભાઈ ગામીએ સાચું સુખ શેમાં છે ? તેના વિષે જાેરદાર વ્યકતવ્ય આપેલ હતું. આ કાર્યક્રમમાં વિવેકભાઈ મીરાણિ, જયશ્રીબેન ગોટચા અને કનકબેન રૂપારેલીયાએ સાથ સહકાર આપેલ હતો પરિચય પુસ્તિકા-૨૦૨૨નું વિમોચન કરવામાં આવેલ હતું. જેમાં હાયર એજ્યુકેટેડ પ્રભાવ લગ્નમનાં સક્રિય સભ્યોની ૨૦૧ યુવક-યુવતીઓની બાયોડેટા, ફોન નંબર સહિત બહાર પાડવામાં આવેલ હતા. ગામોગામથી ચેતનાબેન મીશ્રાણીની આ સેવાકીય પ્રવૃતિની સરાહના થઇ રહી છે.