દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષિત માતૃત્વ અભિયાનના અમલીકરણ અન્વયે વર્કશોપ યોજાયો

0

ભારત સરકારના નિતિ આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જુદા-જુદા ૧૧ સૂચકઆંકો પૈકી જન્મ સમયે જાતિપ્રમાણ દરનો સમાવેશ કરવામાં આવેલ છે. સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા ઘડવામાં આવેલ અધિનિયમ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, ૧૯૯૪ તથા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના અમલીકરણ અન્વયે ખંભાળિયા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. ચીરાગ ધુવાડ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની તા.૯ અને ૨૪ના રોજ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાતા કેમ્પોમાં સ્ત્રીરોગ નિષ્ણાંતોની સેવા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જિલ્લા નોડલ ઓફીસર ડો. પ્રકાશ ચાંદેગ્રા દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટના ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે નિભાવવાના થતા રેકર્ડ, માસિક રીપોર્ટીંગ અને નવા રજીસ્ટ્રેશન કે રીન્યુઅલ રજીસ્ટ્રેશનની અરજીઓ ઓનલાઈન કરવા તેમજ ક્ષાતિરહિત ફોર્મ-એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તદુપરાંત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી સમિતિમાં સભ્ય પદે યોગદાન આપનાર બાળરોગ નિષ્ણાંત ડો. એચ.એન. પડીયા અને પ્રતિષ્ઠિત કાર્યકર ઘનશ્યામસિંહ જાડેજાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત નોંધાયેલા સરકારી કે બિનસરકારી તમામ ડોકટરને આ એકટ હેઠળ થયેલ જાેગવાઈઓ તથા નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફિનાવકરની યાદીમાં સૂચન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષકુમાર ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારી ડો. રાજકુમાર સુતરીયા, જિલ્લા એડવાઈઝરી સમિતિના અધ્યક્ષા ડો. કાશ્મીરાબેન રાયઠ્ઠા, જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો તેમજ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાયેલા સરકારી અને ખાનગી તબીબો, ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!