કુદરત દ્વારા માનવીમાં અનેક પ્રકારની શકિતઓ મુકવામાં આવી છે. અને જયારે આ શકિત ખીલી ઉઠે છે ત્યારે આશ્ચર્યજનક પરીણામો પણ મળી શકતા હોય છે. દરમ્યાન જૂનાગઢનાં ધો. પમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પણ મીડ બ્રેઈન એકટીવેશન ટ્રેનીંગ સેન્ટરમાં ટ્રેનીંગ પ્રાપ્ત કરી અને વિશેષ શકિત મેળવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર હરીઓમનગર ગોકુલધામ-ર ખાતે આવેલ ૩૦૩, અક્ષરકુંજ-એમાં રહેતા ચલ્લા શ્રેયાંક ભાવેશભાઈ સેન્ટ ઝેવીયર્સ ઈંગ્લીશ સ્કુલમાં ધો. પમાં અભ્યાસ કરે છે. અને તેનાં પિતા ભાવેશભાઈ દિનેશભાઈ ચલ્લા સોની કામ કરે છે. તેમનાં માતા હિરલબેન ભાવેશભાઈ ચલ્લા અને પિતા ભાવેશભાઈ ચલ્લા દ્વારા આ બાળકને આધુનિક અભ્યાસમાં પુરતુ ધ્યાન આપવામાં આવે છે. દરમ્યાન રાજકોટ ખાતે મીડ બ્રેઈજ એકટીવેશન ટ્રેનીંગ સેન્ટરમાં શ્રેયાંકને અભ્યાસ માટે જાેઈન્ટ કરવામાં આવેલ હતો. જયાં તેમને ટ્રેનીંગ પ્રાપ્ત કરી જેનાં પરીણામે આજે ધો. પમાં અભ્યાસ કરતો શ્રેયાંક પોતાની આંખે પાટા બાંધી અને અજાણી જગ્યાએ જઈને પણ કોઈપણ વસ્તુને ઓળખી શકે છે. તાજેતરમાં જ તેને એકડમી તરફથી તેમજ તેમનાં પરીવાર તરફથી એક વોટરપાર્કમાં લઈ જવામાં આવેલ જયાં આ બાળક શ્રેયાંકને આંખે પાટા બાંધી દેવામાં આવ્યા હતાં. અને ઉપસ્થિત લોકોએ તેને જુદા જુદા વિભાગ કયાં આવ્યો છે તે અંગે પ્રશ્ન કર્યો હતો. અને વિભાગ શોધી આપવા જણાવ્યું હતું. આ તરૂણે એકપળનાં પણ વિચાર કર્યા વિના જે તે વિભાગને આંખે પાટા બાંધીને શોધી આપ્યો હતો. જે વોટરપાર્કમાં આ કાર્યક્રમ યોજયો હતો તે શ્રેયાંક માટે અજાણી જગ્યા હોવા છતાં પણ તેણે પોતાની શકિત દ્વારા જુદા જુદા વિભાગો શોધી આપ્યા હતાં.