જૂનાગઢ જીલ્લામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ

0

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૧૧/૧૦/૨૦૨૨ના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા સેફ સ્પેસ અને એડોલેશન રિસોર્સ સેન્ટરનું ઇ-લોન્ચિંગ તથા રાજ્યના ૨૨ જિલ્લાઓમાં સખી મેળાનું ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તથા સંકટ સખી એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓ જાેડાયા હતા. જૂનાગઢ જિલ્લાની પ્રતિભાશાળી દિકરીઓને શિલ્ડ, શાલ તેમજ કીટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત કે.પી.સી.ગોડા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કિશોરી મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી તાલીમ આપવામાં આવી હતી. કિશોરીઓને માસિકધર્મ દરમ્યાન લેવાની કાળજી તથા ખોરાક અંગે વિસ્તૃત કાળજી અંગે સમજ આપવામાં આવી હતી. તમામ લાભાર્થી કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી કીટ આપવામાં આવી હતી તેમજ જિલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે આતંરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જન્મનાર ૧૫ દીકરીઓને દીકરી વધામણાં કીટ વિતરણ કરવામાં આવી હતી.

error: Content is protected !!