સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી વડતાલ દેશ પિઠાધાપતિ પ.પૂ.ધર્મ ધૂરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રકાશદાસજી મહારાજના શુભ આશિર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીની દિવ્યપ્રેરણા એવં.પ.પૂ. સ.ગુ.પુરાણી શ્રીવિષ્ણુ પ્રકાશદાસજી (અથાણાવાળાની પ્રેરણાથી અને પ.પૂ.સદગુરૂદેવ શ્રીગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીની અસીમ કૃપાથી શ્રીકષ્ટ ભજન દેવ હનુમાનજી (૧૭૪મો પાટોત્સવ) આસો વદ-૫, તા.૧૪ને શુક્રવારે ઉજવાશે. આ પ્રસંગે પરમ પૂજય શાષાી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના વકતાપદે ત્રિ-દીવસીય હનુમંત ચરિત્રકથાનું આયોજન કરવામાં આવેલ છે. જે કથા તા.૧૨-૧૦-૨૦૨૨થી તા.૧૪-૧૦-૨૦૨૨ શુક્રવાર દરમ્યાન રાખવામાં આવેલ છે. કથા શ્રવણનો સમય સાંજે ૪ થી ૬ કલાક અને રાત્રે ૮ થી ૧૦ઃ૩૦ કલાકનો રાખેલ છે. જે કથાની પોથીયાત્રા તા.૧૨-૧૦-૨૦૨૨ના બુધવારના સાંજે ૪ કલાકે નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળશે. આ પ્રસંગે બે દિવસીય મારૂતિ યજ્ઞનું આયોજન કરેલ છે. તા.૧૩-૧૦અ૨૦૨૨ને ગુરૂવારના રોજ સવારે ૮ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને તા.૧૪મીના શુક્રવારના રોજ બપોરે ૧૨ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજશ્રીના પાવન સાંનિધ્યમાં યજ્ઞનું બીડુ હોમાશે. શ્રીકૃષ્ણભંજન દેવ હનુમાનજી દાદાના પાટોત્સવના પાવન પર્વ તા.૧૪-૧૦-૨૨ને શુક્રવારના રોજ દાદાના નીજ મંદિરમાં અનોખા પુષ્પોના શણગાર દર્શન દાદાને સુવર્ણ વાઘાના શણગાર પહેરાવાનો તેમજ સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી સવારે ૭ કલાકે શણગાર આરતી, શ્રીકષ્ટભંજન દેવને પાટોત્સ્વ અભિષેક સવારે ૮ કલાકે અન્નકુટ આરતી સવારે ૧૧ કલાકે થશે દાદાનો પાટોત્સવ હોય અનેક જગ્યાએ સંતો પધારશે તેમજ વિશાળ ભકત સમુદાય પ્રતિ વર્ષ ધર્મોત્સવનો લાભ લ્યે છે. સાળંગપુરધામમાં આજથી ૧૭૩ વર્ષ પહેલા સૌના કષ્ટ હરવા પરમવંદનીય સદગુરૂ શ્રીગોપાળાનંદસ્વામીએ આ પાવન તપોભૂમિમાં શ્રીકષ્ટભંજન હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ હતી અને આજે દેશ-વિદેશથી લાખો હરિ-ભકતો દાદાના દર્શનાર્થે આવે છે અને દાદાના દર્શન કરીને તન-મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે જયાં હજારો ભાવિકો ભોજનાલયમાં મહાપ્રસાદ લ્યે છે. શ્રીકષ્ટભંજન હનુમાનજી મહારાજને (૧૭૪મો પાટોત્સવ, આવતો હોય ભાવિક ભકતજનોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જાેવા મળી રહયો છે. સમગ્ર મંદિરને લાઇટ ડેકોરેશન-રોશનીથી શુષોભીત કરવામાં આવશે. આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરનો સર્વ ભાવિકો-ભકતજનોને લાભ લેવા પધારવા કોઠારી સ્વામી પૂ.શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે જે ડી.કે.સ્વામીની યાદીમાં જણાવાયું છે.