ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ જેનીબેન ઠુમ્મર દ્વારા જૂનાગઢ જીલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે વંથલી તાલુકાના નવલખી ગામના ગ્રામ પંચાયત સદસ્ય અને અગ્રણી મહિલા સામાજીક કાર્યકર શિલ્પાબેન ટાંકની વરણી કરવામાં આવતા આવકાર મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવ નિયુક્ત જીલ્લા મહિલા મોરચાનાં પ્રમુખ શિલ્પાબેન ટાંક નવલખી ગ્રામ પંચાયતનાં બિનહરીફ સદસ્ય તરીકે ચુંટાઈ આવેલા અને અનેક મહિલા સંગઠન સાથે સક્રિય રીતે જાેડાયેલા આ તકે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમિપરા, ધારાસભ્યો ભીખાભાઈ જાેશી, બાબુભાઈ વાજા, જીલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા હમીરભાઈ ધુડા, પ્રદેશ મહિલા અગ્રણીઓ ધર્મિષ્ઠબેન કમાણી, શારદાબેન કથીરીયા, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ પાડલિયા સહિતનાં અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.