જૂનાગઢમાં આંતર મહાવિદ્યાલય અને આંતર પોલિટેકનીક કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધાનો સમાપન સમારોહ

0

તાજેતરમાં તા.૬ થી તા.૮ ઓક્ટોબર ૨૦૨૨નાં રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના યજમાન પદે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હસ્તકની ૧૨ કોલેજાે અને ૧૨ પોલિટેકનીક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેડમિન્ટન અને ટેબલ ટેનીસ સ્પર્ધાનો સમાપન સમારોહ તા.૮/૧૦/૨૦૨૨ને ૧૨ઃ૩૦ કલાકે ઇન્ડોર સ્ટેડીયમ, જૂ.કૃ.યુ., ખાતે મહાનુભાવો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. જી.પી. સબાપરા, આચાર્ય પોલિટેકનીક, જૂનાગઢ અને ડૉ. બી.એન. પટેલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, કા.યુ., ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. આ સ્પર્ધાઓમાં વિવિધ કોલેજ તથા પોલીટેકનીકમાંથી આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો.
જેમાં ભાઈઓની બેડમિન્ટ સ્પર્ધામાં આણંદ વેટરનરી કોલેજના વિદ્યાર્થી પ્રથમ અને વેટરનરી કોલેજ,જૂનાગઢના વિદ્યાર્થીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. બહેનોની બેડમિન્ટન સ્પર્ધામાં ડેરી સાયન્સ કોલેજ, અમરેલી પ્રથમ અને વેટરનરી કોલેજ,જૂનાગઢની વિદ્યાર્થીનીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભાઈઓની સિંગલ ટેબલ ટેનીસ સ્પર્ધામાં સરદાર કૃષિ નગર દાંતીવાડાએ પ્રથમ અને વેટરનરી કોલેજ, નવસારીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. બહેનોની સિંગલ ટેબલ ટેનીસ સ્પર્ધામાં જીએનપી, ડેરી સાયન્સ કોલેજ, સરદાર કૃષિ નગર દાંતીવાડા અને ફીશરીઝ કોલેજ, વેરાવળએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
જયારે પોલીટેકનીક ટેબલ ટેનીસ સ્પર્ધા ભાઈઓમાં હિંમતનગર પોલિટેકનીક પ્રથમ અને નોબલ પોલિટેકનીક, જૂનાગઢ દ્વિતીય સ્થાને રહી અને બહેનોની ટેબલ ટેનીસ સ્પર્ધામાં રાજપુર, હિંમતનગર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

error: Content is protected !!