મનોરંજન સાથે ‘મેસેજ’ આપતી ફિલ્મ ‘ખેડૂત-એક રક્ષક’

0

ગુજરાતી ફિલ્મોમાં મનોરંજન સાથે ‘મેસેજ’ આપતી એક અલગ જ વિષય વસ્તુ ધરાવતી ફિલ્મ ‘ખેડૂત-એક રક્ષક’ દિવાળીનાં આનંદ-ઉલ્લાસમાં વધારો કરવા આવી રહી છે. મેસેજ સાથે મનોરંજન આપતી ફિલ્મ બનાવવી એટલે જાેખમ ખેડવા બરાબર અને આ જાેખમ ખેડયું છે નિર્માતા ધર્મેશ શાહ અને રાજુ રાજય સીંધાનીએ. મ્યુઝીક જંકસનનાં બેનરની ફિલ્મ ખેડૂત-એક રક્ષકનાં લેખક ગુરૂ પટેલ છે તો દિગ્દર્શક જીતુ પંડયા. ફિલ્મમાં જગતનાં તાત ખેડૂતોનાં પ્રશ્નોને રજુ કરવામાં આવ્યા છે. સાથે સરકાર ખેડૂતોને કેવા કેવા લાભો આપે છે તેની પણ વાત કરવામાં આવી છે. આ લાભો અને સહાયની વાતથી હજુ પણ કેટલાય ખેડૂતો અજાણ છે. એક જબરજસ્ત એકશન થ્રીલર સાથે કણર્પ્રિય, ગીત, સંગીતનાં સથવારે ફીલ્મોમાં મુખ્ય અભિનય લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર સાથે શ્વેતા સેન, ટવીસા ભટ્ટ, હિતેષ રાવલ, જીતેન્દ્ર ઠક્કર, પૂજા સોની સાથે એક અલગ જ કિરદારમાં રાગી જાની જાેવા મળશે. ફિલ્મનું શુટીંગ કુદરતનાં ખોળે પંચમહાલ જીલ્લાનાં રીછીયા ગામે કરવામાં આવ્યું છે. જેને કેમેરામેન હિતેષ અને લાલજી બેલદારે સુંદર રીતે ફિલ્માંકન કર્યું છે. ફિલ્મનાં ગીતો અત્યારથી જ લોકપ્રિય બની ગયા છે. જેને વિક્રમ ઠાકોર, કિર્તીદાન ગઢવી, અનવેષા અને નૈના શર્માએ મોૈલિક મહેતાનાં સંગીતમાં સ્વર આપેલ છે. નૃત્ય આર.ડી. રામદેવન અને અશ્વિન માસ્ટરજી છે. ટુંકમાં કણર્પ્રિય ગીતો, એકશન, પ્રણયની સાથે મેસેજ આપતી ફિલ્મ એટલે ‘ખેડૂત-એક રક્ષક’.

error: Content is protected !!