માળીયા હાટીના તાલુકાનાં ભંડુરી ગામે રહેતા રમીલાબેન નરેશભાઈ મકવાણા(ઉ.વ.૩ર)એ નરેશભાઈ બધાભાઈ મકવાણા રહે.ભંડુરી વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનાં પતિ મારકુટ કરતા હોવાથી ફરિયાદી રમીલાબેન રીસામણે હોય જેથી આરોપીએ ફરિયાદીનાં ભાઈ ચંપકભાઈનાં ફોન ઉપર ફોન કરી અને ફરિયાદીને ગાળો બોલી ધમકી આપેલ હોય જેનાં કારણે લાગી આવતા ફરિયાદીએ ફીનાઈલ પી ગયેલ હોય જેથી આરોપીએ ફરિયાદીનાં ભાઈનાં મોબાઈલ ફોનમાં ગાળો બોલી અને ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આ ફરિયાદનાં આધારે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કંકાસનાં કારણે પત્ની પીયરમાં જતી રહેલી હોય તેથી લાગી આવતા યુવાનનો આપઘાત
જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં સમઢીયાળા ગામે રહેતા રોહિતભાઈ કેશુભાઈ મકવાણા(ઉ.વ.ર૮)ને તેમની પત્ની સાથે કજીયો-કંકાસ થતા તેમનાં પત્ની તેનાં પીયરમાં જાનડી ગામે છેલ્લા દસ દિવસથી જતા રહેલ હોય જે જેથી મૃતકને લાગી આવતા પોતાનાં સસરાનાં ઘરે જાનડી ગામે જઈ અને રોહિતભાઈ કેશુભાઈએ પોતાની મેળે ઝેરી દવા પી જતા જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.