ગુજરાત સરકાર દ્વારા વિકાસ ગાથા દર્શાવતી ગોૈરવ યાત્રાને જૂનાગઢમાં આવકારવા તૈયારી

0

બિલનાથ મંદિર ખાતે શહેર ભાજપની બેઠક મળી

ગુજરાત સરકાર દ્વારા વિકાસ ગાથા દર્શાવતી ગૌરવ યાત્રાનું મહાનગર જૂનાગઢ ખાતે આગમન થવાનું હોય તે અંતર્ગત ગઈકાલે બીલનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને એક અગત્યની બેઠક રાખવામાં આવેલ હતી. જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યાત્રા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નિકળશે. આ અંગે માહિતી આપતા પુનીતભાઈ શર્માએ જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસલક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા. તે તમામ ગૌરવપૂર્ણ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, ૨૪ કલાક વિજળી, ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં થયું છે. આ યાત્રાનો ગઈકાલ તા.૧૨મી ઓક્ટોબરથી શુભારંભ થયો છે અને ગૌરવ પૂર્ણ વિકાસના કામોની માહિતી લઈ પાંચ યાત્રાઓ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ થકી જનતાના આશિર્વાદ લેશે. પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજનાર આ યાત્રામાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ, ડો. મહેન્દ્ર મુંજપરા જાેડાશે. પ્રમુખએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના અલગ-અલગ જિલ્લઓના વિધાનસભા વિસ્તારને કવર કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત ઝાંઝરકાથી શરૂ થનાર યાત્રાનો શુભારંભ દેશના ગૃહપ્રધાન અમિત શાહ કરાવશે. ઝાંઝરકાથી શરૂ થનાર યાત્રા ૨૧ વિધાનસભાની બેઠકોમાં જન આશિર્વાદ લેવા પહોંચશે અને તા.૧૭-૧૦-ર૦રરનાં રોજ જૂનાગઢ મહાનગર ખાતે પધારશે. જૂનાગઢ મહાનગરમાં પ્રવેશ કરતા જ ગાંધીગ્રામ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ મધુરમ ગેઈટ પાસે સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી ઝાંઝરડા રોડ ઉપર આવેલા અંડરબ્રીજથી યાત્રાનો રોડ શો યોજાશે. જે ઝાંઝરડા ચોકડી ખાતે પુર્ણ થશે અને સરદાર પટેલ માર્ગ ખાતે જાહેરસભા બાદ યાત્રા પુરી થશે. પ્રમુખએ જણાવ્યું હતું કે, યાત્રાની તૈયારીનાં ભાગરૂપે સંગઠન તથા કોર્પોરેટરને વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે અને સૌ કાર્યકરો અને આગેવાનો તૈયારીમાં લાગી ગયાં છે. યાત્રા રાત્રી રોકાણ કરી સવારે વંથલી જવા રવાના થશે તેમ મિડિયા વિભાગનાં સુરેશ પાનસુરીયાએ જણાવ્યું હતું.

error: Content is protected !!