માંગરોળ બંદર ઝાપામાં સગા મામાએ ભાણેજ ઉપર છરી વડે હુમલો કર્યો

0

માંગરોળના બંદરઝાપામાં મુસ્લિમ યુવક ઉપર છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બંદર ઝાપા જેવા ભરચક વિસ્તારમાં ઉપરા ઉપરી છરીના બે ઘા ઝીંકી દેતા યુવક અબ્બાસ યુસુફ મોભી લોહી લુહાણ હાલતમાં શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાંથી તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યો છે. કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ભાણેજ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. માંગરોળ પોલીસ પીએસઆઇ એસ.એ. સોલંકી તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!