વિજ્ઞાન જાથાની જાત માહિતીમાં સનસનીખેજ હકિકત પ્રાપ્ત થઈ
ગિર-સોમનાથ જિલ્લાના તાલાલ ગીર તાલુકાના ધાવા ગામનો ધૈર્યાના મોતનો મામલો ગમે તેવા પથ્થર હૃદયના માનવીને પીગળાવી નાખે તેવો કિસ્સો બહાર આવતા સૌ કોઈ આઘાતની લાગણી અનુભવે છે. અંધશ્રદ્ધા, વ્હેમ, વળગાડમાં અંધ બનેલ પિતા પુત્રીને રાક્ષસી સીતમ ગુજારી મોતને ઘાટ ઉતારે ત્યારે સમાજ ખળભળી ઉઠે છે, આક્રંદ સિવાય કશું જ મળતું નથી તેવા કિસ્સામાં ભારત જન વિજ્ઞાન જાથાની પંદર સદસ્યોની ટીમ જયંતભાઈ પડયાનાં વડપણ હેઠળ તાલાલા-ધાવા ગામે રૂબરૂ જઈ જાત-માહિતી મેળવી છે. તેની હકિકત લોકો સમક્ષ મુકે છે. ભવિષ્યમાં આવા બનાવોનું પૂર્નઃરાવર્તન ન થાય તે મુખ્ય હેતુથી કામગીરી કરવામાં આવી હતી. ધૈર્યાના મોતના તમામ જવાબદારો સામે ઝડપી ન્યાય ક્રિયા કરી માનવીય સંવેદના ધ્યાનમાં રાખી ફાંસીની માંગની અપેક્ષા જાથા રાખે છે. કિશોરીના પિતા-ભાઈજીએ તમામ મર્યાદા ઓળંગતા અને રીબાવી-રીબાવીને દિકરીને મોતને ઘાટ ઉતારવું તેવા રાક્ષસી માનવીને માફ કરવા યોગ્ય નથી તેમ જણાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી છે.