જૂનાગઢમાં મુકબધિર બાળકને શોધી કાઢી એ ડીવીઝન પોલીસે શાળાને સોંપી આપેલ

0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ ંતંત્ર દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરવામાં આવી રહેલ છે. અને અનેક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બહેરા મુંગા શાળામાંથી ગુમ થયેલ મુકબધિર સુરજને એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન શોધી કાઢી અને આ બાળકને શાળાનાં પ્રિન્સીપાલને સોંપી દેવામાં આવેલ છે. પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.

 

error: Content is protected !!